AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

USA Work Visas : અમેરિકામાં નોકરી માટે મળેલી OPT પૂરી થયા બાદ કેવી રીતે રહી શકાશે? જાણી લો

અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે OPT પછી કાયદેસર રીતે કામ કરવાના વિકલ્પો જાણવા અત્યંત મહત્વપૂર્ણ છે. OPT સમાપ્ત થયા પછી પણ US માં રહેવા અને કારકિર્દી ચાલુ રાખવા માટે મહત્વના 5 વિકલ્પો ખૂબ ઉપયોગી છે.

| Updated on: Feb 03, 2026 | 4:06 PM
Share
અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓએ OPT વિશે સારી રીતે જાણવું જરૂરી છે, કારણ કે OPT એકમાત્ર પદ્ધતિ છે જે તેમના માટે અમેરિકા માં કામ કરવાની મંજૂરી આપે છે. OPT (Optional Practical Training) વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ પછી અમેરિકામાં કારકિર્દી શરૂ કરવાની તક આપે છે. જોકે, સામાન્ય OPT માત્ર 12 મહિનાની મુદત માટે માન્ય હોય છે. તેથી, ઘણા વિદ્યાર્થીઓ આ વાતથી અનિશ્ચિત થઈ જાય છે કે OPT પૂરી થયા પછી તેઓ અહીં કેવી રીતે રહી શકે. આવી સ્થિતિમાં કેટલાક મહત્વના વિકલ્પો ઉપલબ્ધ છે.

1 / 6
જો કોઈ વિદ્યાર્થી વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અથવા ગણિત (STEM) ક્ષેત્રનો અભ્યાસ કર્યો હોય, તો તેઓ STEM OPT એક્સટેન્શન માટે અરજી કરી શકે છે. સામાન્ય 12 મહિનાની OPT પૂરી થયા પછી, વિદ્યાર્થીઓને 24 મહિનાનો STEM OPT એક્સટેન્શન મળી શકે છે. આનો અર્થ એ થાય છે કે તેઓ કુલ ત્રણ વર્ષ સુધી અમેરિકામાં કામ કરી શકે છે. ધ્યાન રાખવું જોઈએ કે STEM OPT માટે અરજી OPT સમાપ્ત થવાના 90 દિવસ પહેલાં જ કરવી જરૂરી છે.

2 / 6
OPT પર કામ કરતા ઘણા વિદ્યાર્થીઓ H-1B વર્ક વિઝા માટે પણ અરજી કરે છે. H-1B વિઝા યુએસમાં લાંબા ગાળાની રોજગારી માટે સૌથી લોકપ્રિય વિકલ્પ છે. આ વિઝા મેળવવા માટે અરજદાર પાસે સ્નાતકની ડિગ્રી હોવી અને ક્ષેત્રમાં વિશિષ્ટ કુશળતા હોવી જરૂરી છે. યુએસમાં અભ્યાસ કરનારાઓ માટે દર વર્ષે 20,000 H-1B વિઝા અનામત રાખવામાં આવે છે. જો H-1B મંજૂર થતી વખતે OPT સમાપ્ત ન થાય, તો તમે “Cap-Gap” એક્સટેન્શન દ્વારા કામ ચાલુ રાખી શકો છો.

3 / 6
જો STEM OPT અથવા H-1B વિઝા મળતું નથી, તો અન્ય પ્રકારના વિઝા માટે પણ અરજી કરી શકાય છે. ઉદાહરણ તરીકે, સંશોધન અથવા શૈક્ષણિક તાલીમ માટે J-1 વિઝા ઉપલબ્ધ છે, જે તમને લગભગ 5 વર્ષ સુધી અમેરિકામાં રહેવાની મંજૂરી આપે છે. સાથે જ, ખાસ કુશળતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે O-1 વિઝાનો વિકલ્પ છે, જે વિજ્ઞાન, કલા, વ્યવસાય અથવા ખેલકૂદ જેવા ક્ષેત્રોમાં નિષ્ણાતો માટે છે.

4 / 6
વિદ્યાર્થીઓ માટે બીજો વિકલ્પ નવો કોર્ષ શરૂ કરવો છે. અમેરિકન યુનિવર્સિટીમાંથી નવા કોર્ષ માટે પ્રવેશ મળ્યા પછી, તેમને નવો F-1 વિદ્યાર્થી વિઝા આપવામાં આવે છે. નવા કોર્ષ પૂર્ણ થયા પછી ફરીથી OPT માટે અરજી કરી શકાય છે, જેના દ્વારા તેઓ કામ ચાલુ રાખી શકે છે.

5 / 6
વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ માટે પણ અરજી કરવાની તક હોય છે, પરંતુ સામાન્ય રીતે આ વિકલ્પ H-1B વિઝા પર કામ કરનારાઓ માટે વધુ યોગ્ય છે. ભારત અને ચીન જેવા દેશોના નાગરિકોને ગ્રીન કાર્ડ મેળવવામાં લાંબો સમય લાગી શકે છે. જો કોઈ પરિવારમાં યુએસ નાગરિક અથવા ગ્રીન કાર્ડ ધારક હોય, તો તેઓ તમને નામાંકિત કરી શકશે. જો કે, આ પ્રક્રિયા લાંબી અને ધીરજની માંગ કરતી હોય છે.

6 / 6

અમેરિકા-વેનેઝુએલા તણાવ વચ્ચે સૌથી મોટા સમાચાર, જણાવ માટે અહીં ક્લિક કરો...

g clip-path="url(#clip0_868_265)">