કિંગફિશરનાકિંગની એક કામે જીંદગી ગોટાળે ચડાવી દીધી, આવો છે વિજય માલ્યાનો પરિવાર

વિજય વિટ્ટલ માલ્યાનો જન્મ 18 ડિસેમ્બર 1955ના રોજ કર્ણાટકમાં થયો છે, તે એક ભારતીય ભાગેડુ ભૂતપૂર્વ ઉદ્યોગપતિ અને રાજકારણી છે. તે ભારતમાં નાણાકીય ગુનાઓના આરોપોનો સામનો કરવા માટે યુકેમાંથી તેને પરત લાવવા માટે ભારત સરકાર પ્રયાસ કરી રહી છે. તો આજે આપણે વિજય માલ્યાના પરિવાર વિશે વાત કરીએ.

| Updated on: Dec 18, 2024 | 9:57 AM
ચાલો જોઈએ વિજય માલ્યાના પરિવારમાં કોણ કોણ છે,

1 / 17
એક સમય હતો જ્યારે બોલિવૂડ, સ્પોર્ટ્સ અને કોર્પોરેટ દરેક જગ્યાએ વિજય માલ્યાની ચર્ચા થતી હતી. તેની બરબાદીની કહાની બોલિવૂડની ફિલ્મની કહાનીથી ઓછી નથી. તો આજે આપણે વિજય માલ્યાના પરિવાર વિશે વાત કરીશું.

2 / 17
વિજય માલ્યાને બિયરનો ધંધો પિતા વિઠ્ઠલ માલ્યા પાસેથી વારસામાં મળ્યો હતો. જોકે માલ્યાને બિયરના વેપારી તરીકે ઓળખાવવું પસંદ નહોતું.માલ્યાએ પોતાની ઈમેજ બદલવા માટે કિંગફિશર એરલાઈન્સ ખરીદી હતી. તે પોતાના પર દારૂના ધંધાર્થીને બદલે દારૂ ઉદ્યોગપતિનો ટેગ લગાવવા માંગતો હતો.

3 / 17
 માલ્યાએ 2003માં કિંગફિશર એરલાઈન્સની શરુઆત કરી હતી. આ એરલાઈન્સને સૌથી મોટી બ્રાન્ડ બનાવવા માંગતો હતો. તે પોતાની એરલાઈન્સમાં એવી સુખ સુવિધાઓ આપવા માંગતો હતો કે, બીજી કંપની એ વિશે વિચારી પણ નશકે,

4 / 17
કિંગફિશરને સૌથી મોટી એરલાઇન બનાવવા માટે, માલ્યાએ 2007માં 1200 કરોડ રૂપિયામાં પ્રથમ ઓછી કિંમતની ઉડ્ડયન કંપની એર ડેક્કનને ટેકઓવર કરી હતી. માલ્યાને પણ તેનો તાત્કાલિક ફાયદો મળ્યો અને 2011માં કિંગફિશર દેશની બીજી સૌથી મોટી એવિએશન કંપની બની. જોકે, બાદમાં એર ડેક્કનનો કબજો મેળવવો માલ્યાની સૌથી મોટી ભૂલ સાબિત થઈ.

5 / 17
એર ડેક્કન અંગે કંપની નક્કી કરી શકી ન હતી કે તેને કેવી રીતે ઓપરેટ કરવું. જેના કારણે ઈંધણ ખર્ચનો બોજ સતત વધતો ગયો અને જેના કારણે ઓપરેશન કોસ્ટ પર અસર પડી. આ કંપની સતત ખોટમાં રહી. પાછળથી, માલ્યા માટે આ સૌથી ખોટ કરનારો સોદો સાબિત થયો. પછીના પાંચ વર્ષમાં બધું બરબાદ થઈ ગયું અને કિંગફિશર બંધ થતાં તેમનો આખો બિઝનેસ ખતમ થઈ ગયો.

6 / 17
માલ્યાએ ગ્રાહકોને આકર્ષવા માટે અનેક પદ્ધતિઓ અપનાવી હતી, જેમ કે વિદેશના મોંઘા અખબારો અને સામયિકો અને ફ્લાઈટ્સમાં અત્યાધુનિક સુવિધાઓ. આ બધામાં માલ્યાનું દેવું વધી ગયું અને તેને ચલાવવા માટે તેણે વારંવાર લોન લેવાનું શરૂ કર્યું. કિંગફિશર એરલાઈન્સ આખરે ઓક્ટોબર 2012માં બંધ થઈ ગઈ. ત્યાં સુધીમાં માલ્યાનું દેવું એટલું વધી ગયું હતું કે તેણે દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું.

7 / 17
વિજય માલ્યાના પહેલા લગ્ન સમીરા તૈયબજી સાથે થયા હતા. સમીરા એર ઈન્ડિયામાં એર હોસ્ટેસ હતી. માલ્યા અમેરિકા જતા સમયે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સમીરાને મળ્યો હતો. બંને નજીક આવ્યા પછી 1986માં લગ્ન કરી લીધા. આ લગ્નથી એક પુત્ર સિદ્ધાર્થનો જન્મ થયો. માલ્યા અને સમીરાના આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. માત્ર એક વર્ષ પછી છૂટાછેડા લીધા હતા.

8 / 17
સમીરાથી છૂટાછેડા લીધાના થોડા વર્ષો પછી, વિજય માલ્યા રેખાને બેંગલુરુમાં મળ્યો. માલ્યા રેખા સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ તેના પિતા તૈયાર ન હતા. વિજયથી અલગ થયા બાદ રેખાએ બે વાર લગ્ન કર્યા હતા. રેખાના બીજા લગ્ન શાહિદ મેહમૂદ સાથે થયા હતા, જેમાંથી તેમને એક પુત્રી લૈલા હતી. બાદમાં જ્યારે રેખાએ વિજય માલ્યા સાથે લગ્ન કર્યા ત્યારે તેણે લૈલાને દત્તક લીધી હતી. વિજય માલ્યા અને રેખાના છૂટાછેડા પહેલા તેમને બે પુત્રીઓ હતી લીના અને તાન્યા.

9 / 17
તાન્યા માલ્યા પાસે અમેરિકન નાગરિકતા છે. તાન્યાને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે.વિજય માલ્યાની બીજી દીકરીનું નામ લીના માલ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લીના એક બિઝનેસમેન છે. તેની પાસે અમેરિકન નાગરિકતા પણ છે. તે સાન ફ્રાન્સિસ્કોમાં રહે છે.

10 / 17
વિજય માલ્યાએ તેની બીજી પત્ની રેખાની પુત્રી લૈલાને તેના બીજા પતિ શાહિદ મેહમૂદ પાસેથી દત્તક લીધી હતી. લૈલા લાઈફસ્ટાઈલ એસેસરીઝનો બિઝનેસ કરે છે. તેલૈલાએ ઇન્ડોનેશિયાના બાલી આઇલેન્ડમાં તેના પારિવારિક મિત્ર સમર સિંહ સાથે લગ્ન કર્યા.

11 / 17
માલ્યા કિંગફિશર એરલાઈન્સના સ્થાપક અને ભૂતપૂર્વ માલિક અને ફોર્સ ઈન્ડિયા ફોર્મ્યુલા વન ટીમના ભૂતપૂર્વ સહ-માલિક પણ રહી ચૂક્યા છે અને આઈપીએલમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ માલિક પણ છે.

12 / 17
વિજય માલ્યા તિરુપતિના ભગવાન વેંકટેશ્વર અને કુક્કે સુબ્રહ્મણ્યના ભક્ત છે. 2012માં તેમના 57માં જન્મદિવસ પર, તેમણે વેંકટેશ્વર મંદિર, તિરુમાલાને 3 કિલો સોનું અર્પણ કર્યું હતુ. 2012માં, તેમણે કુક્કે સુબ્રહ્મણ્ય માટે ₹8 મિલિયન (US$100,000) સોનું દાનમાં આપ્યું હતું.

13 / 17
માલ્યા 2003માં સુબ્રમણ્યમ સ્વામીની આગેવાની હેઠળની જનતા પાર્ટીમાં જોડાયા હતા અને 2010 સુધી તેના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ હતા.  તેઓ તેમના ગૃહ રાજ્ય કર્ણાટકમાંથી બે વાર રાજ્યસભામાં ચૂંટાયા હતા,

14 / 17
2 મે 2016 ના રોજ, માલ્યાએ રાજ્યસભાના સાંસદ તરીકે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું, રાજ્યસભાની નીતિશાસ્ત્ર પેનલે જાહેર કર્યું કે તેઓ હવે ગૃહના સભ્ય નહીં રહે, પછી તેમણે ભારત છોડી દીધું હતું, અને તેનો પાસપોર્ટ રદ્દ કરવામાં આવ્યો હતો.તેમના રાજીનામાના પત્રમાં, માલ્યાએ કહ્યું કે તેઓ "આઘાત અનુભવે છે કે નાણાકીય સેવાઓ વિભાગ, નાણા મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંસદની સમિતિને હકીકતમાં ખોટી માહિતી પૂરી પાડવામાં આવી છે" અને તે રાજીનામું આપી રહ્યો છે

15 / 17
એક સમયે તેમની લાઈફ સ્ટાઈલને કારણે "કિંગ ઓફ ગુડ ટાઇમ્સ" તરીકે ઓળખાતા, માલ્યા અને તેની કંપનીઓ 2012 થી નાણાકીય કૌભાંડો અને વિવાદોમાં ફસાયેલી છે. માલ્યાએ 2 માર્ચ 2016ના રોજ ભારત છોડી દીધું અને કહ્યું કે તે પોતાના બાળકોની નજીક રહેવા બ્રિટન જવા માંગે છે.

16 / 17
માલ્યાનું નામ પનામા પેપર્સ અને પેરેડાઈઝ પેપર્સમાં હતું, જેમાં ઓફશોર રોકાણ સંબંધિત ગોપનીય દસ્તાવેજો લીક થયા હતા. વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. સિદ્ધાર્થ માલ્યાની સગાઈ અન્ય સગાઈ કરતા તદ્દન અલગ રહી હતી.

17 / 17
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">