Breaking News : ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા હાથ ધરાઇ તપાસ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ધમકીનો સિલસિલો આજે પણ યથાવત છે. ગઇકાલે અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ધમકીનો ઇમેઇલ મળ્યા બાદ, આરોપીએ જાણે કે મોડસ ઓપરેન્ડી બદલી હોય તેવી રીતે આજે કોર્ટને ધમકી આપી છે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને વલસાડ, રાજકોટની કોર્ટને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી મળી.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ધમકીનો સિલસિલો આજે પણ યથાવત છે. ગઇકાલે અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ધમકીનો ઇમેઇલ મળ્યા બાદ, આરોપીએ જાણે કે મોડસ ઓપરેન્ડી બદલી હોય તેવી રીતે આજે કોર્ટને ધમકી આપી છે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને વલસાડ, રાજકોટની કોર્ટને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી મળી. ઘટનાની ગંભીરતા પારખીને સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામા આવી.
ગુજરાતની 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને વલસાડ, રાજકોટની કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદમાં જૂની હાઈકોર્ટને, વલસાડ જિલ્લા કોર્ટને, ગાંધીનગરની સેશન્સ કોર્ટને, વડોદરા જિલ્લા કોર્ટને અને રાજકોટની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઇલ મળ્યો છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્લાસ્ટ લંચ બ્રેક સમયે થશે.
કોર્ટને બોમથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી મચી ગઇ. દરેક શહેરની કોર્ટમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો કોર્ટ પરિસરમાં પહોંચ્યો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી. આ સાથે જ પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી. કોર્ટની અંદર અને બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાયું.
આખરે કલાકોની મહેનત બાદ કશું જ વાંધાનજક ન મળતા પોલીસે હાશકારો લીધો. જોકે હવે આ મુદ્દે રાજનીતિ શરૂ થઇ છે.. કોંગ્રેસ રાજ્યમાં ધમકીના સિલસિલાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવશે.. જોકે અહીં સવાલ એ સર્જાય છે બ્લાસ્ટની ધમકી આપવા પાછળ કોનું ષડયંત્ર.. કોણ કરી રહ્યું છે ગુનાહીત ટીખળ..?
આ પણ વાંચો- Breaking News : અમરેલીના ગરણી ગામે સંભાળાયા ભેદી અવાજો, મકાનનું રસોડું ધરાશાઈ થઈ ગયુ, જુઓ Video
