Breaking news: સમુદ્રમાં મેગા ઓપરેશન! ભારતીય જળસીમામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત
ભારતીય જળસીમામાં મોટા પાયે ડ્રગ્સ રેકેટનો ભાંડાફોડ થયો છે. Indian Coast Guard અને Anti-Terrorism Squad (ATS)ના સંયુક્ત ઓપરેશનમાં 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ઇન્ટરનેશનલ મેરિન બોર્ડર લાઇન નજીક હાથ ધરાઈ હતી.

મળતી માહિતી મુજબ, ઈરાનથી આવતી એક વિદેશી ફિશિંગ બોટમાં ભારે માત્રામાં નશીલા પદાર્થો લાવવામાં આવી રહ્યા હોવાની ગુપ્ત બાતમી કોસ્ટગાર્ડને મળી હતી. બાતમીના આધારે કોસ્ટગાર્ડે પેટ્રોલિંગ વધારી લોકેશન ટ્રેક કર્યું અને સમુદ્રમાં વોચ ગોઠવી હતી.
કાનૂની કાર્યવાહી હાથ ધરાશે
શંકાસ્પદ ફિશિંગ બોટને રોકી તપાસ કરતાં 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો. આ સાથે બોટમાં સવાર બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. બંનેને ડ્રગ્સના જથ્થા સાથે પોરબંદર લાવવામાં આવશે, જ્યાં આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.
સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે આ જપ્તીથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કને મોટો ઝાટકો લાગ્યો છે. તપાસ એજન્સીઓ હવે આ રેકેટના મોટા કડીઓ સુધી પહોંચવા પ્રયત્નશીલ છે.
Breaking News : જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, 8,000 બેંક ખાતાઓ કર્યા ફ્રીઝ, જાણો કારણ
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video