વડોદરાની બ્રાઈટ સ્કુલના જ વિદ્યાર્થીએ, પોતાની જ શાળાને બોંબથી ઉડાડી દેવા કર્યો ઈ-મેઈલ
વડોદરા પોલીસે બોંબ વિસ્ફોટ અંગેના ઘમકી ભર્યા ઈમેઈલની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વડોદરા શહેરના જ એક સગીરે આ મેઈલ કર્યો હોવાનું આવ્યું સામે.બ્રાઈટ સ્કૂલમાં અભ્યાસ કરતા એક સગીરે કર્યો હતો ધમકી ભર્યો ઇમેઇલ.
આજે ફરી ગુજરાતના વિવિધ શહેરોમાં બોંબ ઘડાકા કરવાની ધમકી ઈમેઈલ દ્વારા મળી છે. ઈમેઈલ દ્વારા મળેલી આ ઘમકીને પોલીસે ગંભીરતાથી લીધી છે. જેની તપાસ કરતા વડોદરામાં કંઈક નવો જ વળાંક આવ્યો છે. વડોદરાની એક શાળામાં ભણતા વિદ્યાર્થીએ પ્રેંક કરવા માટે પોતાની જ શાળાને બોંબની ઘમકી આપતો ઈમેઈલ કરી નાખ્યો.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારે જણાવ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધી બોંબ વિસ્ફોટની ઘમકી ભર્યા ઈમેઈલ વિદેશના આઈપી એડ્ર્સ પરથી મોકલવમાં આવી રહ્યાં છે. પરંતુ પોલીસે બોંબ વિસ્ફોટની ઘમકીને લઈને કરેલ ગંભીરતા પૂર્વકની તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો છે. વડોદરાના કારેલીબાગની બ્રાઈટ સ્કૂલને ધમકીભર્યા ઈમેઈલ મળ્યાનો મામલે પોલીસને સફળતા પણ સાંપડી છે.
વડોદરા પોલીસે બોંબ વિસ્ફોટ અંગેના ઘમકી ભર્યા ઈમેઈલની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વડોદરા શહેરના જ એક સગીરે આ મેઈલ કર્યો હોવાનું આવ્યું સામે. બ્રાઈટ સ્કૂલમાં અભ્યાસ કરતા એક સગીરે કર્યો હતો ધમકી ભર્યો ઇમેઇલ. શાળાના જ વિદ્યાર્થી એવા સગીરે પ્રેન્ક કરવા મેઈલ કર્યો હોવાનું આવ્યું સામે. સમગ્ર મામલે ઈ મેઈલ મોકલનાર સગીર અને તેના માતા પિતાને પોલીસે બોલાવ્યા હતા.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમારે જણાવ્યું કે, અત્યાર સુધી કોઈ પણ સ્થળેથી વાંધાજનક ચીજવસ્તુ મળી આવી નથી. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ એ ચિંતા કરવાની જરૂર નથી. નાગરિકોની સુરક્ષા માટે શહેર પોલીસ સજ્જ છે.
પોલીસે કાઢેલા સુરતીલાલા ચિરાગ ગોટીના વરઘોડાને જોવા ગામ ઉમટ્યું, હાથ જોડીને માગી જાહેર માફી
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
