AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મૃગીકુંડમાં સ્નાન બાદ વિવાદ વકરતા કીર્તિ પટેલનો મોટો ધડાકો, ઈન્દ્રભારતી બાપુને ખુલ્લા પાડવાની આપી ધમકી- Video

ભવનાથમાં મહાશિવરાત્રીની મેળામાં સાધુઓની રવેડી દરમિયાન કીર્તિ પટેલે ભગવા કપડા પહેરીને મૃગીકુંડમાં સ્નાન કરતા વિવાદ વકર્યો છે અને પ્રશાસન સામે સવાલ ઉઠી રહ્યા છે. આ સમગ્ર વિવાદમાં કીર્તિ પટેલે મોટો ધડાકો કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને ખુલ્લા પાડવાની ધમકી આપી છે..

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2026 | 4:23 PM
Share

સંત શુરા અને સતીઓના ભૂમિ તરીકે જાણીતા જુનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે વિવાદનું કારણ બન્યો છે. જેમા વિવાદનો પલીતો મુકનાર છે કોન્ટ્રોવર્સી ક્વિન કીર્તિ પટેલ. ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે સાધુઓની રવેડી નીકળે છે જે બાદ સાધુઓ મૃગી કુંડમાં સ્નાન કરે છે. આ દિવસે પરંપરા અનુસાર કોઈ સંસારી વ્યક્તિ મૃગીકુંડમાં સ્નાન કરી શક્તી નથી. પરંતુ કીર્તિ પટેલ પ્રશાસનની નજર ચુકવીને ભગવા વસ્ત્રોની આડમાં મૃગી કુંડમાં સ્નાન કરતી સહુ કોઈએ જોઈ. આ દરમિયાન તે મહિલા પોલીસકર્મી સાથે ઝઘડો કરતી પણ જોવા મળી હતી. ત્યારે મેળામાં રવેડીમાં કીર્તિ પટેલ કેવી રીતે આવી ગઈ અને મૃગીકુંડ સુધી કેવી રીતે પહોંચી ગઈ તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

વિવાદ બાદ સોશિયલ મીડિયા પોસ્ટ કરી કીર્તિએ કર્યો ધડાકો

આ સમગ્ર વિવાદ ઉભો કરનારી કીર્તિ પટેલે ખુદ મોટો ધડાકો કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કીર્તિ પટેલે ઈન્દભારતી બાપુને ખુલ્લા પાડવાની ધમકી આપી છે. કીર્તિને મૃગી કુંડમાંથી બહાર કાઢવા બદલ ઈન્દ્રભારતી બાપુ પર નિશાન સાધ્યુ છે અને તેમને ખુલ્લા પાડવાની ખુલ્લમખુલ્લી ધમકી આપી છે. કીર્તિએ આરોપ લગાવ્યો કે મૃગીકુંડમાં ઈન્દ્રભારતી બાપુના અનેક શિષ્ય હતો. ત્યારે તેમને કેમ બહાર ન કઢાયા. તેણે આક્ષેપ કર્યો કે ઈન્દ્રભારતી બાપુને ગુરુ બનાવો તો આંગળી પકડીને સ્નાન કરાવે. બીજાના શિષ્યો પાપી તો હું હવે અરીસો બતાવીશ. કીર્તિએ ઉમેર્યુ કે તમારા ઈશારે મને બહાર કાઢવામાં આવી. આજ સુધી હું બધી વાતો જાણવા થતા ચૂપ હતી. તમે શું કરો છો? ઈન્દ્રભારતીની પાછળની સચ્ચાઈ હું પુરાવા સાથે કહીશ તેવી પણ કીર્તિએ ધમકી આપી છે.

એટલું જ નહીં કીર્તિએ સો. મીડિયા પર વધુ એક વીડિયો મુકીને કહ્યું, “સનાતન ધર્મને કોણ-કોણ ખોટા માર્ગે લઈ જાય તે બધું જ તે પુરાવા સાથે કહેશે. તેના લીધે જેમને પેટમાં દુખે છે. તેના કચ્છ, મુંબઈ અને જૂનાગઢ સુધીના રાઝ તે પુરાવા સાથે ખોલશે.” આ સાથે તેણે કોણ કેવી રીતે સાધુ બન્યા છે તેને પણ ખુલ્લા પાડવાની ચીમકી આપી છે.

કીર્તિ પટેલે પરંપરા તોડી મૃગીકુંડમાં કર્યુ સ્નાન

ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રીએ ભગવો વેશ ધારણ કરીને કીર્તિએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. મૃગીકુંડમાં માત્ર સંન્યાસીઓ જ સ્નાન કરી શકે છે તેમ છતાં કીર્તિએ નિયમ તોડ્યો. કોઈના ધ્યાને આ વાત આવતા તેણે ઈન્દ્રભારતી બાપુનું ધ્યાન દોર્યું હતું. જે બાદ ઈન્દ્રભારતી બાપુએ તંત્રને રજૂઆત કરતાં કીર્તિને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારે હવે આ જ મુદ્દે કીર્તિએ મોટો ધડાકો કર્યો છે. સો. મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે ઈન્દ્રભારતી બાપુના ઈશારે મને કાઢવામાં આવી પણ હવે હું કહી બતાવીશ કે તે શું કરે છે.

Input Credit- Mohit Bhatt- Rajkot

જાપાન, સિંગાપોર, ગ્રીસ, ઈટાલી, અમેરિકા, ફ્રાંસ… દેવામાં ડૂબેલી છે આ દેશોની સરકાર-જાણો ભારતની શું છે સ્થિતિ?

Follow Us
જેલમાંથી ફોન મળતા, 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા
જેલમાંથી ફોન મળતા, 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા
ગેનીબેનનો પોલીસને પડકાર! ‘હિંમત હોય તો દિવસે અડી બતાવો’
ગેનીબેનનો પોલીસને પડકાર! ‘હિંમત હોય તો દિવસે અડી બતાવો’
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ
નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે
નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
g clip-path="url(#clip0_868_265)">