ગાંધીનગરમાં સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
બ્રિજ ઉપર કોઈપણ બેરીકેટેડ કે પતરા માર્યા ના હોવાથી આ અકસ્માત થયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. તંત્રની બેદરકારીને કારણે એક યુવકનો ભોગ લેવાયો છે. લોકોએ આક્ષેપ કર્યાં છે કે, હંમેશા અધિકારીઓ અને એજન્સીની ઘોર બેદરકારીથી આવા અકસ્માત થાય છે
ગાંધીનગર સેક્ટર 30ના શિહોલીથી ગાંધીનગર આવતા સાબરમતી નદીના બ્રિજ ઉપરથી રીક્ષા નદીમાં ખાબકી હતી. જેમાં ચાલકનું મોત થયું છે. બ્રિજનુ રિપેરિંગ ચાલતું હોવાથી, બ્રિજની આસપાસ કોઈ ભય સૂચક બોર્ડ કે પતરા માર્યા ના હોવાથી આ દુર્ઘટના બનવા પામી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સરકારી તંત્રની ભૂલ અને બેદરકારીને કારણે અકસ્માતની ઘટના બની છે. ગાંધીનગર ફાયરને કોલ મળતા ઘટનાસ્થળે પહોંચી રિક્ષા ચાલકની શોધખોળ આદરી હતી. જો કે ભારે જહેમત બાદ રિક્ષા ચાલક મોટી શિહોલી ગામનો રાકેશ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. જેનો મૃતદેહ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાના હાથે આવ્યો હતો. રીક્ષામાં ચાલક સિવાય કોઈ પેસેન્જર હતા કે નહીં એ પણ હાલ તપાસનો વિષય છે.
બ્રિજ ઉપર કોઈપણ બેરીકેટેડ કે પતરા માર્યા ના હોવાથી આ અકસ્માત થયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. તંત્રની બેદરકારીને કારણે એક યુવકનો ભોગ લેવાયો છે. લોકોએ આક્ષેપ કર્યાં છે કે, હંમેશા અધિકારીઓ અને એજન્સીની ઘોર બેદરકારીથી આવા અકસ્માત થાય છે, જેમા નિર્દોષ લોકો ભોગ બનીને મૃત્યુ પામે છે. અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોવા છતાંય કોઈ નક્કર કાર્યવાહી થતી નથી તેવો આક્રોશ વ્યક્ત કરાયો હતો.
વડોદરાની બ્રાઈટ સ્કુલના જ વિદ્યાર્થીએ, પોતાની જ શાળાને બોંબથી ઉડાડી દેવા કર્યો ઈ-મેઈલ
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન
બ્રાઈટ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ શાળાના જ વિદ્યાર્થીએ કર્યો હતો
હવે કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને લઈને કર્યો મોટો ધડાકો
