AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ‘ડાયરેક્ટર સાથે સૂવું પડશે, તો કામ મળશે !’ મેડમ સરની ફેમસ અભિનેત્રી બની કાસ્ટિંગ કાઉચનો શિકાર, નીમ કરોલી બાબાની ભક્તિએ બચાવી

મેડમ સર, અગ્નિફેરા, કેહ દુ તુમ્હે, સિયા કે રામ જેવા અનેક શોનો હિસ્સો રહી ચૂકેલી યુક્તિએ આ ઈન્ડસ્ટ્રીની વાસ્તવિકતા ઉજાગર કરી છે. 'ટેલીચક્કર' (TellyChakkar) સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે તે કોઈ પણ ફિલ્મી બેકગ્રાઉન્ડ વગર જ આ સ્થાન સુધી પહોંચી છે. તેણે કાસ્ટિંગ કાઉચનો પણ સામનો કર્યો હતો.

| Updated on: Sep 18, 2026 | 1:35 PM
Share
ટીવીની ફેમસ અભિનેત્રી યુક્તિ કપૂરે 'કાસ્ટિંગ કાઉચ'નો સામનો કર્યો હોવાનો એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો છે. મેડમ સર, અગ્નિફેરા, કેહ દુ તુમ્હે, સિયા કે રામ જેવા અનેક શોનો હિસ્સો રહી ચૂકેલી યુક્તિએ આ ઈન્ડસ્ટ્રીની વાસ્તવિકતા ઉજાગર કરી છે. 'ટેલીચક્કર' (TellyChakkar) સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે તે કોઈ પણ ફિલ્મી બેકગ્રાઉન્ડ વગર જ આ સ્થાન સુધી પહોંચી છે. તેણે કાસ્ટિંગ કાઉચનો પણ સામનો કર્યો હતો.

1 / 7
તેણે કહ્યું, "એકવાર, એક નિર્માતાએ મને મીટિંગ માટે બોલાવી. હું ખૂબ ખુશ હતી. પરંતુ જ્યારે હું તેમને મળી, ત્યારે મેં એક વિચિત્ર માંગણી સાંભળી." "તેમણે મને કહ્યું કે મારે તેમની સાથે પાર્ટી કરવી પડશે અને તેમની સિક્રેટ ગર્લફ્રેન્ડ બનવું પડશે. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. મને ડર લાગવા માંડ્યો."

2 / 7
"હું ત્યારે ખૂબ નાની હતી. હું એટલી ડરી ગઈ હતી કે મને લાગ્યું કે મારે ભાગી જવું જોઈએ. મને વિચાર આવતો હતો કે શું તેમણે દરવાજો બંધ તો નથી કરી દીધો ને કે પછી તેઓ મારી સાથે કંઈક ખોટું તો નથી કરવાનાને."

3 / 7
અભિનેત્રીએ કહ્યું "તે નિર્માતાએ પહેલાં પોતાની જાતને જોવી જોઈતી હતી; તેઓ મારા કરતા ઘણા મોટા હતા. તેમની સરખામણીમાં હું તો સાવ નાની હતી — તે સમયે હું 22 કે 23 વર્ષની હતી. થોડી તો શરમ રાખવી જોઈએ; આવું કરવું કેટલું ઘૃણાસ્પદ છે."

4 / 7
અન્ય એક કિસ્સો જણાવતા, યુક્તિએ એક એડ માટેના ઓડિશનનો ઉલ્લેખ કર્યો. ત્યાં એક વ્યક્તિ હતો; મારા ઓડિશન પછી, તેણે મને એક કોન્ટ્રાક્ટ પકડાવ્યો. "તેણે દાવો કર્યો કે શાહરૂખ, સલમાન ખાન અને સૈફ અલી ખાન બધા તેમાં સામેલ હતા. મેં તેની વાત માની લીધી. બીજા દિવસે, તેણે ફોન કરીને કહ્યું કે મારે દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતાઓ સાથે સૂવું પડશે."

5 / 7
"હું ચોંકી ગઈ. તેણે કહ્યું કે અભિનેતાની હાજરી પછીથી નક્કી થશે, પરંતુ દિગ્દર્શક અને નિર્માતા સાથે સૂવું ફરજિયાત હતું. બાદમાં મને ખબર પડી કે તે કાસ્ટિંગ ડિરેક્ટર હતો જ નહીં." નીમ કરોલી બાબા અને હનુમાનજીએ મને બચાવી લીધી. જ્યારે હું નીચે ગઈ, ત્યારે એક છોકરીએ મને કહ્યું કે તે વ્યક્તિ ફ્રોડ હતો. ભલે તમે તેની સાથે સૂઈ જાઓ, તો પણ તમને નોકરી મળવાની નહોતી."

6 / 7
યુક્તિ કપૂરે યુવતીઓને સાવચેત રહેવાની સલાહ આપી છે જેથી તેઓ આ જાળમાં ન ફસાય, અને નકલી કાસ્ટિંગ ડિરેક્ટરોથી સાવધ રહેવા અનુરોધ કર્યો છે. કારણ કે કાસ્ટિંગના નામે ઘણી છેતરપિંડી થઈ રહી છે.

7 / 7

Breaking News : હરિયાણાના સિંગર દિલેર ખરકિયાની કાર પર ફાયરિંગ, લોરેન્સ ગેંગે લીધી જવાબદારી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">