Breaking News : હરિયાણાના સિંગર દિલેર ખરકિયાની કાર પર ફાયરિંગ, લોરેન્સ ગેંગે લીધી જવાબદારી
હરિયાણાના ફેમસ સિંગર દિલેર ખરકિયાની કાર પર અચાનક ફાયરિંગ થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. લોરેન્સ ગેંગે સાથે સંબંધ રાખનાર ગેંગસ્ટર અનિલ પંડિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ઘટનાની જવાબદારી લીધી છે.

હરિયાણાના ફેમસ સિંગર દિલેર ખરકિયા ખુબ ફેમસ છે. ત્યારે આને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિલેર ખરકિયાની કાર પર અચાનક ફાયરિંગ કરવામાં આવ્યું છે. લોરેન્સ ગેંગ સાથે જોડાયેલા ગેંગસ્ટર અનિલ પંડિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ વાતની જવાબદારી લીધી છે. પાર્કિંગમાં ઉભેલી દિલેર ખરકિયાની રેન્જ રોવરકાર પર અચાનક ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. હાલમાં ઘટના દરમિયાન સિંગર ત્યાં હાજર ન હતા. તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. હજુ સુધી સિંગર તરફથી આ ઘટનાને લઈ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ લોરેન્સ ગેંગ સાથે સંબંધ રાખનાર અનિલ પંડિત અને હિમાંશુ સોનિપતે આની જવાબદારી લીધી છે.
હરિયાણાના સિંગર દિલેર ખરકિયાની રેન્જ રોવર કાર પર ફાયરિંગના સમાચાર સામે આવી રહ્યા છે. આની જવાબદારી સોશિયલ મીડિયા પર અનિલ પંડિત હિમાંશુ સોનીપત, હરમન સંધુ અને હરિ બોક્સરે લીધી છે. હિમાંશુએ કહ્યું કે, તેના મોટા ભાઈ અનિલ પંડિતે દિલેર ખરકિયાને અનેક વખત સમજાવ્યો હતો. પરંતુ તે સમજવા માટે તૈયાર થતો ન હતો.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી
રામરામ સારે ભાઈ ને હું હિમાંશુ સોનીપત લોરેન્સ બિશ્રોઈ ગેંગથી આજે જે દિલેર ખરકિયાની ગાડી પર ફાયરિંગ થયું છે. તેની જવાબદારી હું લવ છું. હું અને મારા મોટા ભાઈ અનિલ પંડિત, ભાઈ હરમન સંધુ અને ભાઈ રોહિત સોનીપત,મારા મોટા ભાઈ અનિલ પંડિતે આને ફોન કરીને સમજાવ્યો હતો પરંતુ તે કોઈ વાત સમજતો જ ન હતો. હજુ તો આ નાની ટ્રેલર દેખાડ્યું છે. હજુ તો ગોળી માત્ર કાર પર મારી છે. સમય આવતા સીધો થઈ જા બાકી હવે આ ગોળી સીધી તારા માથા પર મારીશ. અમારા ફોન કોલનો સમય પર જવાબ નથી આપી રહ્યો. સમય રહેતા લાઈન પર આી જા. લોરેન્સ ભાઈ અમારો મોટો ભાઈ છે. લોરેન્સ ભાઈના વિરુદ્ધ કોઈએ બોલવાની ધમકી આપી તો. તેને બોલવા લાયક છોડીશું નહી.
આ સ્ટાર્સને બિશ્નોઈ ગેંગ દ્વારા પણ ધમકીઓ આપવામાં આવી
છેલ્લા કેટલાક વર્ષોમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ વધુ એક્ટિવ બની છે અને તેણે બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓને ધમકીઓ આપી છે. આ ગેંગે સલમાન ખાનના ઘરે થયેલા ગોળીબારની જવાબદારી તો સ્વીકારી જ હતી, પરંતુ તેમને અનેક ધમકીભર્યા પત્રો પણ લખ્યા હતા. બિશ્નોઈ ગેંગે આમિર ખાન પર લવ જેહાદને પ્રોત્સાહન આપવા અને હિન્દુ સંસ્કૃતિ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવીને તેમને ધમકીઓ પણ આપી છે. શાહરૂખ ખાન, બી. પ્રાક, રણવીર સિંહ અને રોહિત શેટ્ટીને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી છે.
