અયોધ્યાથી નેપાળ જવા માટે વિઝાની જરૂર નહી પડે, માત્ર આ 2 ડોક્યુમેન્ટ સાથે રાખજો
15 વર્ષથી ઓછી ઉંમર અને 65 વર્ષથી મોટી ઉંમરના ભારતીય નાગરિક આધાર કાર્ડનો ઉપયોગ કરી શકે છે. અન્ય મુસાફરોને પાસપોર્ટ અને વોટર આઈડી કાર્ડ સાથે રાખવું જરુરી રહેશે. ભારત અને નેપાળ સિવાય અન્ય દેશના નાગરિકો પણ આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

શ્રી રામની નગરી અયોધ્યા અને માતા સીતાનું જન્મસ્થળ જનકપુર ધામ વચ્ચે ટ્રેન શરુ થઈ ચૂકી છે. આ ટ્રેનને લઈ ભારતીય રેલવેએ મુસાફરો માટે કેટલાક નિયમો પણ જાહેર કર્યા છે. 23 નવેમ્બરના રોજ આ ટ્રેન શરુ થઈ ચૂકી છે.

રેલવેની નવી ગાઈડલાઈન મુજબ આ ટ્રેન સામાન્ય ટ્રેનથી બિલકુલ અલગ હશે. જેમાં મુસાફરોને કઈ પણ પ્રકારના રેલવે પાસ અથવા પીટીઓની સુવિધા આપવામાં આવશે નહી. આ સિવાય MLA કૂપન્સ અને સરકારી વોરંટ પર મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

રેલવેએ એ પણ સ્પષ્ટતા કરી છે કે જે કૂપન્સ અથવા વોરંટ માટે સંપૂર્ણ રકમ પછીથી રેલવેને પરત કરવામાં આવે છે તે સ્વીકારવામાં આવશે નહીં.

સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલને ધ્યાનમાં રાખી આ ટ્રેનમાં માત્ર ભારત અને નેપાળના નાગરિકોને જ મુસાફરી કરવાની પરવાનગી હશે. મુસાફરી દરમિયાન બંને દેશના મુસાફરો પાસે સરકાર દ્વારા માન્ય ઓળખપત્ર હોવું આવશ્યક છે.

સામાન મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. રેલવેએ આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે કેટેગરી મુજબ સામાન મર્યાદા પણ નક્કી કરી છે. દરેક મુસાફર વધુમાં વધુ બે લગેજ લઈ જઈ શકે છે.

આ વિશેષ ટ્રેનમાં મુસાફરી કરવા માટે અંદાજે 60 દિવસ પહેલા રિઝર્વેશન કરાવવું પડશે. જો મુસાફરી દરમિયાન ટિકિટ ખોવાય જાય છે. તો ડુપ્લીકેટ ટિકિટ જાહેર કરવામાં આવશે નહી.આ ટ્રેન સંપૂર્ણપણે રિઝર્વ રહેશે અને તેમાં RAC કે વેઇટિંગ ટિકિટ આપવામાં આવશે નહીં.

મુસાફરો IRCTC વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન અને રેલવે રિઝર્વેશન કાઉન્ટર દ્વારા ટિકિટ ખરીદી શકે છે. નેપાળમાં નેપાળી રૂપિયાની સાથે 100 સુધીની ભારતીય ચલણનો ઉપયોગ કરી શકાય છે. 100 થી વધુની ભારતીય ચલણની નોટો પર પ્રતિબંધ છે. તેથી, મુસાફરોએ નાના મૂલ્યના ભારતીય ચલણ અથવા નેપાળી રૂપિયા સાથે રાખવા જોઈએ. (ALL Photo: PTI/ AI)
Ayodhya-Janakpur Train : માતા-પિતાને બુક કરાવી દો અયોધ્યા થી જનકપુરની ટ્રેનની ટિકિટ , ચેક કરી લો શેડ્યુલ અહી ક્લિક કરો
