AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાત પોલીસમાં 12,752 જગ્યાઓ પર થશે મેગા ભરતી, હર્ષ સંઘવીએ યુવાનોને કરી તૈયારી શરૂ કરવાની અપીલ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને આ ભરતીને ગંભીરતાથી લેવા અને અત્યારથી જ અભ્યાસ શરૂ કરવાની અપીલ કરી છે. તેમણે યુવાનોને સંદેશ આપ્યો છે કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે સતત મહેનત, શિસ્ત અને નિયમિત તૈયારી જરૂરી છે.

Breaking News: ગુજરાત પોલીસમાં 12,752 જગ્યાઓ પર થશે મેગા ભરતી, હર્ષ સંઘવીએ યુવાનોને કરી તૈયારી શરૂ કરવાની અપીલ
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 24, 2026 | 10:49 AM
Share

ગુજરાત પોલીસમાં સરકારી નોકરી મેળવવાની તૈયારી કરી રહેલા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ વિભાગમાં કુલ 12,752 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ભરતી અંગે યુવાનોને આજથી જ તૈયારી શરૂ કરવાની અપીલ કરી છે. તેમણે યુવાનોને સંબોધતા જણાવ્યું કે પોલીસ વિભાગમાં જોડાવું માત્ર સરકારી નોકરી મેળવવા પૂરતું નથી, પરંતુ સમાજની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવવાની તક પણ છે. આ ભરતીથી રાજ્યના હજારો યુવાનોને પોલીસ વિભાગમાં જોડાઈને દેશ અને સમાજની સેવા કરવાની તક મળશે.

કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ પર થશે ભરતી?

રાજ્યમાં જાહેર કરાયેલી ભરતીમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની સૌથી વધુ 8,233 જગ્યાઓ ભરવામાં આવશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 1,132 જગ્યાઓ પર ભરતી થશે. આ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)માં કોન્સ્ટેબલની 3,107 જગ્યાઓ ભરવામાં આવશે. જ્યારે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની 225 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

હર્ષ સંઘવીની યુવાનોને આજથી જ તૈયારી શરૂ કરવાની અપીલ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને આ ભરતીને ગંભીરતાથી લેવા અને અત્યારથી જ અભ્યાસ શરૂ કરવાની અપીલ કરી છે. તેમણે યુવાનોને સંદેશ આપ્યો છે કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે સતત મહેનત, શિસ્ત અને નિયમિત તૈયારી જરૂરી છે. છેલ્લી ઘડીએ તૈયારી કરવાને બદલે અત્યારથી જ શારીરિક કસોટી અને લેખિત પરીક્ષાની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

પોલીસ ભરતી યુવાનો માટે મોટી તક

ગુજરાત પોલીસની આ મેગા ભરતીથી રાજ્યના યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ, SRPF અને PSI બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે આ ભરતી મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. યુવાનોમાં અત્યારથી જ ભરતીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, ઉમેદવારોએ ભરતીની સત્તાવાર જાહેરાત, લાયકાત, વયમર્યાદા, પરીક્ષાનું માળખું અને અરજીની તારીખ અંગેની વિગતો સત્તાવાર સૂચના જાહેર થયા બાદ તપાસવી જરૂરી રહેશે. આ પણ વાંચો- Breaking News: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, 30 નવેમ્બરથી ફરી ઠંડીનો નવો રાઉન્ડ આવશે

Follow Us
આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો દિવસ
આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો દિવસ
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ
વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ
ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન
ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન
સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો
સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો
એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે
એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">