AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આ કંપનીને ONGC તરફથી મોટા ઓફશોર પ્રોજેક્ટ્સના ઓર્ડર મળ્યા, દેશના ઊર્જા ક્ષેત્રને મળશે નવી મજબૂતી

દેશના ઊર્જા ક્ષેત્ર સાથે જોડાયેલા મોટા ઓફશોર પ્રોજેક્ટ્સને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ નવા ઓર્ડર્સથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વધુ ગતિ આવવાની સાથે રોકાણકારોનું પણ ખાસ ધ્યાન આકર્ષાયું છે.

| Updated on: Aug 07, 2026 | 5:57 PM
Share
ભારતની અગ્રણી એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) તરફથી મોટા ઓફશોર પ્રોજેક્ટ્સના ઓર્ડર મળ્યા છે. કંપનીએ જણાવ્યું કે આ ઓર્ડર્સ ભારતના પશ્ચિમ કિનારે આવેલા Pipeline Replacement Project (PRP-X) અને Well Head Platforms Project સાથે સંબંધિત છે. આ ઓર્ડર L&T Energy Hydrocarbon Offshore (LTEH Offshore)ને મળ્યા છે, જે ઓફશોર ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં EPCIC સોલ્યુશન્સ માટે જાણીતી છે.

1 / 6
કંપનીના જણાવ્યા મુજબ PRP-X પ્રોજેક્ટ હેઠળ અનેક સબસી પાઇપલાઇનનું એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ કરવામાં આવશે. સાથે જ ONGCના ઓફશોર ક્ષેત્રોમાં જરૂરી ફેરફારો પણ હાથ ધરાશે. જ્યારે Well Head Platforms Project અંતર્ગત ચાર નવા વેલ હેડ પ્લેટફોર્મનું EPCIC કાર્ય કરવામાં આવશે. છેલ્લા ચાર દાયકાથી L&T Offshore વિશ્વભરમાં શેલો અને ડીપ વોટર પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરતી આવી છે.

2 / 6
L&T Energy Hydrocarbon Offshoreના વડા પાર્થસારથી ચેટર્જીએ જણાવ્યું કે આ ઓર્ડર્સ કંપનીની EPCIC ક્ષમતા, પ્રોજેક્ટ અમલીકરણના અનુભવ અને સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ગ્રાહકોના વિશ્વાસને દર્શાવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કંપની ONGC માટે આ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરીને દેશના ઊર્જા ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

3 / 6
ભારતની અગ્રણી એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T)નું માર્કેટ કેપ આશરે ₹5.56 લાખ કરોડ છે, જ્યારે કંપનીનો શેર ₹4,045ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. શેરનો 52 સપ્તાહનો ઉચ્ચ સ્તર ₹4,440 અને નીચો સ્તર ₹3,288 નોંધાયો છે. કંપનીનું Stock P/E 31.6 છે, જ્યારે Book Value પ્રતિ શેર ₹794 દર્શાવવામાં આવી છે. આ આંકડાઓ કંપનીની બજારમાં મજબૂત સ્થિતિ તરફ ઈશારો કરે છે.

4 / 6
કંપનીના નાણાકીય સૂચકાંકો પર નજર કરીએ તો ROE 15.9 ટકા અને ROCE 14.6 ટકા છે, જે કંપનીની કામગીરીને દર્શાવે છે. કંપની પર કુલ ₹1.25 લાખ કરોડથી વધુનું દેવું છે, જ્યારે તેના રિઝર્વ્સ ₹1.09 લાખ કરોડથી વધુ છે. ઉપરાંત કંપનીનો Profit Growth 13.4 ટકા અને Operating Profit Margin (OPM) 12.5 ટકા નોંધાયો છે. શેરનો RSI 62.4 હોવાથી બજારના ટ્રેન્ડ પર રોકાણકારોની નજર ટકેલી છે. (Credits: - Canva)

5 / 6
L&Tમાં હાલમાં અંદાજે 17.95 લાખથી વધુ શેરહોલ્ડર્સ છે અને કંપની 0.94 ટકાનો ડિવિડન્ડ યીલ્ડ આપે છે. કંપનીની Face Value ₹2 છે, જ્યારે Promoter Holding 0 ટકા દર્શાવવામાં આવી છે. કંપનીના શેરમાં રોકાણ કરતા પહેલાં રોકાણકારોએ કંપનીના નાણાકીય પરિણામો, મૂલ્યાંકન અને બજારની સ્થિતિનું વિશ્લેષણ કરીને જ નિર્ણય લેવો જોઈએ. ( નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.) (Credits: - Canva)

6 / 6

આ પણ વાંચો: Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">