AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glenn Maxwell Retires : ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે લીધી નિવૃત્તિ! 14 વર્ષની કારકિર્દીના આ 5 ઐતિહાસિક રેકોર્ડ્સ જેને દુનિયા ક્યારેય નહીં ભૂલે

ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આ સાથે જ તેની 14 વર્ષની શાનદાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો અંત આવ્યો છે. મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે 14 વર્ષ સુધી ક્રિકેટ રમ્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની ઓળખ વિસ્ફોટક બેટ્સમેન અને શાનદાર ઓલરાઉન્ડર તરીકે રહી છે.

| Updated on: Nov 03, 2026 | 8:48 AM
Share
ગ્લેન મેક્સવેલે ફાઇનલ વર્લ્ડ પોડકાસ્ટ પર પોતાની નિવૃત્તિ અંગેની જાહેરાત કરી હતી. તેણે કહ્યું કે, નિવૃત્તિ લેવાનો થોડો અફસોસ પણ છે અને સાથે એવું પણ લાગે છે કે હવે આ નિર્ણય લેવાનો સમય આવી ગયો હતો. હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત વિક્ટોરિયા માટેની સ્થાનિક 50 ઓવરની અને ચાર દિવસીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ રહ્યો છું. રેડ બોલ ક્રિકેટને સંપૂર્ણપણે અલવિદા કહી રહ્યો છું. કદાચ આ નિર્ણયથી કોઈને આશ્ચર્ય નહીં થાય. (Image Source | PTI)

1 / 8
38 વર્ષીય મેક્સવેલે ટીમના તમામ ખેલાડીઓ સામે વાત કરતી વખતે થોડો ભાવુક પણ થયો હતો. 14 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન મેક્સવેલે એવા પાંચ શાનદાર કારનામા કર્યા છે, જેના માટે તેમને હંમેશાં યાદ કરવામાં આવશે. (Image Source | PTI)

2 / 8
ગ્લેન મેક્સવેલનું પ્રથમ મોટું કારનામું 2023ના વનડે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી કરવાનું છે. તેણે નેધરલેન્ડ્સ સામેની મેચમાં માત્ર 40 બોલમાં સદી મારી હતી. આ સાથે તેણે વનડે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. (Image Source | PTI)

3 / 8
મેક્સવેલનું બીજું મોટું કારનામું વનડે ક્રિકેટમાં બેવડી સદી કરનારો પ્રથમ નોન-ઓપનર બેટ્સમેન છે. તેણે 2023ના વનડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે આ કામગીરી કરી હતી. આ મેચમાં છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા મેક્સવેલે 201 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. ત મેચમાં મેક્સવેલ નોટઆઉટ રહ્યો હતો. (Image Source | PTI)

4 / 8
વનડે ક્રિકેટમાં આઠમી વિકેટ માટે સૌથી મોટી પાર્ટનરશીપનો રેકોર્ડ પણ ગ્લેન મેક્સવેલના નામે છે. 2023ના વનડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મેક્સવેલે પેટ કમિન્સ સાથે મળીને આઠમી વિકેટ માટે અણનમ 202 રનની પાર્ટનરશીપ કરી હતી. આ પાર્ટનરશીપ ક્રિકેટના ઇતિહાસમાં યાદગાર બની ગઈ હતી. (Image Source | PTI)

5 / 8
ગ્લેન મેક્સવેલ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાંચ સદી કરી ચૂક્યો છે. આ ફોર્મેટમાં સૌથી વધુ સદી કરનારા બેટ્સમેનોમાં તેનું નામ સામેલ છે. ભારત સામે કરેલી તેની સદી ખાસ યાદગાર છે. જે તેણે માત્ર 47 બોલમાં પૂરી કરી હતી. (Image Source | PTI)

6 / 8
મેક્સવેલનું પાંચમું મોટું કારનામું તેની વિસ્ફોટક બેટિંગ છે. વનડે ક્રિકેટમાં 50 કે તેથી વધુ ઇનિંગ્સ રમનારા બેટ્સમેનોની યાદીમાં તેનો સ્ટ્રાઇક રેટ સૌથી શ્રેષ્ઠ રહ્યો છે. તેની આક્રમક બેટિંગની ક્ષમતાએ તેમને વિશ્વના ખતરનાક મિડલ ઓર્ડર બેટ્સમેનોમાં સ્થાન અપાવ્યું હતું.  (Image Source | PTI)

7 / 8
ગ્લેન મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે કુલ 286 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં તેણે 7,226 રન બનાવ્યા અને 136 વિકેટ ઝડપી હતી. તે 2015 અને 2023ના વનડે વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો. આ ઉપરાંત 2021માં T20 વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમમાં પણ તેમનો સમાવેશ થયો હતો. (Image Source | PTI)

8 / 8

આ પણ વાંચો, બેટિંગ કરી રહેલ સરદારજી પગે લાગ્યા અને પછી…..નિવૃતિના 18 બાદ બોલિંગ કરવા મેદાનમાં ઉતરેલા વકાર યુનુસ માટે શરમજનક સ્થિતિ સર્જાઈ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">