AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેટિંગ કરી રહેલ સરદારજી પગે લાગ્યા અને પછી…..નિવૃતિના 18 બાદ બોલિંગ કરવા મેદાનમાં ઉતરેલા વકાર યુનુસ માટે શરમજનક સ્થિતિ સર્જાઈ

પાકિસ્તાનના દિગ્ગજ ફાસ્ટ બોલર વકાર યુનિસે પોતાની બોલિંગ કારકિર્દીનો એક રમુજી કિસ્સો સંભળાવ્યો. શુભંકર મિશ્રાના પોડકાસ્ટ પર વકારે ખુલાસો કર્યો કે, નિવૃત્તિના ઘણા વર્ષો પછી તેમણે એક મેચમાં બોલિંગ કરી હતી.

બેટિંગ કરી રહેલ સરદારજી પગે લાગ્યા અને પછી.....નિવૃતિના 18 બાદ બોલિંગ કરવા મેદાનમાં ઉતરેલા વકાર યુનુસ માટે શરમજનક સ્થિતિ સર્જાઈ
Image Credit source: getty
| Updated on: Nov 02, 2026 | 8:42 PM
Share

પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીએ જણાવ્યું કે, ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધાના 18 વર્ષ પછી, એકવાર સાળાના કહેવાથી બોલિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યો હતો. જ્યારે તેણે હાથમાં બોલ લીધો, ત્યારે તેને વિકેટ લેવાની આશા હતી. પરંતુ તેના બદલે, એક ‘સરદારજી’ (શીખ સજ્જન)એ તેમને ચાર સિક્સર ફટકારી દીધી. આ ઘટના બાદ તેમણે ફરી ક્યારેય મેદાનમાં જાહેરમાં બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો નથી કે નથી ઈચ્છા વ્યક્ત કરી.

પાકિસ્તાનના દિગ્ગજ ફાસ્ટ બોલર વકાર યુનિસે પોતાની બોલિંગ કારકિર્દીનો એક રમુજી કિસ્સો સંભળાવ્યો. શુભંકર મિશ્રાના પોડકાસ્ટ પર વકારે ખુલાસો કર્યો કે, નિવૃત્તિના ઘણા વર્ષો પછી તેમણે એક મેચમાં બોલિંગ કરી હતી, જેમાં તેમને ચાર સિક્સર પડી ગઈ. તે પછી તેમણે ફરી ક્યારેય બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો નથી. આ ઘટના ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બની હતી.

નિવૃત્તિના લગભગ 18 વર્ષ પછી, વકાર યુનિસે સિડનીમાં એક મેચ દરમિયાન બોલિંગ કરી. બેટિંગ કરવા આવેલા એક ‘સરદારજી’એ સન્માનના પ્રતીક રૂપે વકારના ચરણ સ્પર્શ કર્યા. વકાર હસ્યા અને તેમને આશીર્વાદ આપ્યા, પરંતુ બોલિંગ શરૂ થતાં જ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. તે ‘સરદારજી’એ વકારના બોલ પર ચાર સિક્સર ફટકારી દીધી. ‘યોર્કર કિંગ’ તરીકે જાણીતા વકારની બોલિંગ તે દિવસે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ.

વકાર યુનુસે શેર કર્યો રમુજી કિસ્સાનો વીડિયો

પોડકાસ્ટ પર જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને ક્યારેય ફરી બોલ હાથમાં લઈને ‘કેવી રીતે બોલિંગ કરવી’ તે બતાવવાનું મન થાય છે, ત્યારે વકાર હસી પડ્યા અને સ્વીકાર્યું કે તે પ્રસંગે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નિવૃત્તિના આટલા વર્ષો પછી ફરી બોલિંગ કરવી એ કોઈ સરળ કામ નહોતું, અને બેટ્સમેને પણ કોઈ કસર છોડી નહીં.

આ કિસ્સો સાંભળીને પોડકાસ્ટમાં હાજર તમામ લોકો હસી પડ્યા. આ ક્લિપ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ચાહકો ટિપ્પણી કરી રહ્યા છે કે વકાર જેવા દિગ્ગજ ખેલાડી પણ ક્યારેક શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ શકે છે. આજે પણ, ક્રિકેટની દુનિયામાં વકાર યુનિસને ‘રિવર્સ સ્વિંગ’ અને ‘યોર્કર’ના ઉસ્તાદ માનવામાં આવે છે.

IND vs NZ : ભૂવીએ ચારેય મેચમાં નાખેલી સ્પેલની બીજી, ત્રીજી અને ચોથી ઓવર ખૂબ મોંઘી સાબિત થઈ, શું ભુવનેશ્વર કુમારનો ખેલ ખતમ થયો ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">