શરીરમાંથી આવતી દુર્ગંધ ફક્ત પરસેવાની જ નથી, તમારા શરીરમાં હોઈ શકે છે આ રોગની નિશાનીઓ
જો તમને લાગે છે કે શરીરમાંથી આવતી દુર્ગંધ ફક્ત પરસેવાની આવે છે તમારૂ આવું વિચારવું ખોટું સાબિત થઈ શકે છે. શરીરમાંથી આવતી દુર્ગંધ અનેક પ્રકારના રોગની નિશાની હોય શકે છે ચાલો જાણીએ વિગતે.

ગરમી કે વધુ કામ પછી પરસેવો આવવો સામાન્ય છે, પરંતુ જો ગંધ સતત અને જુદા જુદા પ્રકારની આવે, તો તે શરીરના કઈ બિમારી લક્ષણ હોય શકે ચાલો જાણીએ.

ડાયાબિટીસ - જો ડાયાબિટીસના દર્દીઓમાં સુગર લેવલ ખૂબ વધી જાય અને ઇન્સ્યુલિન ઓછું હોય, તો શરીરમાં કીટોએસિડોસિસ (DKA) નામની સ્થિતિ ઊભી થાય છે. આ સમયે શરીરમાંથી મીઠી અથવા ફળ જેવી ગંધ આવે છે. આ એક જોખમી સ્થિતિ છે અને તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

લીવર કે કિડનીના રોગ - કિડની અને લીવર શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવાનું કામ કરે છે. જો આ અવયવોમાં તકલીફ હોય, તો ઝેર શરીરમાં જમા થાય છે. કિડની ફેલ્યોરના દર્દીઓના શરીરમાંથી પેશાબ જેવી ગંધ આવી શકે છે. લીવરને નુકસાન થયું હોય તો માંસ કે માછલી જેવી ગંધ આવી શકે છે, જેને "ફેટર હેપેટિકસ" કહેવાય છે. આ ખૂબ જ ગંભીર સંકેતો છે.

થાઇરોઇડની સમસ્યાઓ - થાઇરોઇડ હોર્મોન શરીરના ચયાપચયને નિયંત્રિત કરે છે. જો આમાં ગરબડ થાય (જેમ કે હાઇપરથાઇરોઇડિઝમ અથવા હાઇપોથાઇરોડિઝમ), તો વધુ પડતો પરસેવો અથવા ત્વચા શુષ્ક થઈ શકે છે. વધુ પરસેવાને કારણે ગંધ વધી શકે છે, જ્યારે શુષ્ક ત્વચા ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધારે છે, જે પણ ગંધનું કારણ બની શકે છે.

ફંગલ અથવા બેક્ટેરિયલ ત્વચા ચેપ - વરસાદ અને ઉનાળામાં શરીરના કેટલાક ભાગોમાં (જેમ કે બગલ, સાથળ, કમર) ફંગલ ચેપ સામાન્ય છે. આનાથી ત્વચા પર લાલાશ, ખંજવાળ અને ગંધ આવી શકે છે. કોરીનેબેક્ટેરિયા જેવા બેક્ટેરિયા પણ પગ અને બગલમાંથી તીવ્ર ગંધ ઉત્પન્ન કરે છે. સમયસર સારવારથી આ સમસ્યાઓ દૂર કરી શકાય છે.

પાચનતંત્રની સમસ્યાઓ - જો તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કામ ન કરતું હોય, જેમ કે ગેસ, એસિડિટી કે કબજિયાત હોય, તો શરીરમાંથી વિચિત્ર ગંધ આવી શકે છે. ઘણીવાર શરીર ઝેરી તત્વોને બહાર કાઢી શકતું નથી, જે શ્વાસ કે ત્વચા દ્વારા બહાર નીકળી ગંધ પેદા કરે છે.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
