AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cryptocurrency: બિટકોઇનના ભાવમાં તેજી આવશે કે નહીં? ક્રૂડ ઓઈલનો ઈશારો સમજો, જાણો ક્યાં સુધી જઈ શકે છે ભાવ?

ક્રૂડ ઓઇલના વધતા ભાવે હાલ ક્રિપ્ટો માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. ઇતિહાસ સાક્ષી છે કે, તેલના ભાવમાં વધારા થયા બાદ બિટકોઇન પહેલા ઘટે છે અને પછી થોડા દિવસોમાં જબરદસ્ત ઉછાળો દર્શાવે છે.

| Updated on: Jun 15, 2025 | 8:04 PM
Share
વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને એવામાં ક્રિપ્ટોકરન્સીના બજારમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે. બિટકોઈન (BTC) અંગે નિષ્ણાતો માને છે કે, જો જૂની પેટર્ન ફરીથી જોવા મળશે તો BTCની કિંમત ટૂંક સમયમાં $1,19,000 સુધી પહોંચી શકે છે.

1 / 8
હકીકતમાં જોવા જઈએ તો, છેલ્લા કેટલાક વર્ષોમાં તેલ અને બિટકોઈનના ભાવમાં એક અલગ પેટર્ન જોવા મળી છે. જ્યારે પણ તેલના ભાવમાં અચાનક વધારો થાય છે, ત્યારે બિટકોઈનમાં થોડો ઘટાડો જોવા મળે છે અને પછી ઝડપથી વધવા લાગે છે.

2 / 8
ગયા અઠવાડિયે, યુ.એસ.માં ક્રૂડ ઓઇલના ભાવમાં 19 ટકાનો તીવ્ર વધારો નોંધાયો હતો. WTI ક્રૂડ ઓઇલ $64.80 થી વધીને $77 પ્રતિ બેરલ થયું હતું. આ સમયગાળા દરમિયાન, બિટકોઇનની કિંમત $1,10,200 થી ઘટીને $1,02,800 થઈ ગઈ હતી.

3 / 8
બાઈનન્સના એક અહેવાલ મુજબ, નિષ્ણાતો કહે છે કે આ ઘટાડો લાંબા સમય સુધી નહીં ટકી શકે. આ એક  "ડિપ ખરીદવાની" તક હોઈ શકે છે. છેલ્લા કેટલાક મહિનાની વાત કરીએ તો, જ્યારે પણ ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે, ત્યારે બિટકોઇનમાં પણ ઝડપથી સુધારો જોવા મળ્યો છે.

4 / 8
જાન્યુઆરી 2025માં જ્યારે ક્રૂડ તેલના ભાવ $80.50 સુધી પહોંચી ગયા, ત્યારે બિટકોઇન ઘટીને $89,300 થયો પરંતુ ત્યારબાદ તેમાં 22 ટકાનો ઉછાળો આવ્યો અને તેની કિંમત $1,09,300 પર પહોંચી ગઈ.

5 / 8
ઓક્ટોબર 2024માં તેલ $77.50 પર પહોંચ્યું, તો બિટકોઈન $58,900 થી 16% વધીને $68,960 પર પહોંચ્યું. ઓગસ્ટ 2024માં  લિબિયામાં તણાવને કારણે તેલ $80 પર પહોંચી ગયું, તો બિટકોઈન $56,150 પર ગગડી ગયું, પછી 16 ટકા વધીને $65,000 પર પહોંચ્યું.

6 / 8
આ પેટર્ન જોતાં પ્રશ્ન એ ઊભો થાય છે કે, હવે આગળ શું થઈ શકે છે? શું BTC $1,19,200 સુધી જશે? જો એ જ જૂની પેટર્ન રિપીટ કરવામાં આવે, તો વર્તમાન $1,02,800ના ઘટાડા પછી, બિટકોઈન 16 ટકા વધી શકે છે.

7 / 8
આનો અર્થ એ થયો કે, 21 જૂન સુધીમાં BTC $1,19,200ની નજીક પહોંચી શકે છે. જો કે, ઘણી વખત અન્ય ઘટનાઓ પણ બજારને અસર કરે છે. સરળ રીતે કહીએ તો યુદ્ધ, સરકારી પ્રતિબંધો અથવા મોટા રોકાણકાર દ્વારા વેચાણ. આથી, રોકાણ કરતા પહેલા રિસર્ચ કરવું અને જોખમ સમજવું મહત્વપૂર્ણ છે.

8 / 8

(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">