Bigg Boss OTT Photos : કરણ જોહરે કર્યો પહેલો વાર, દિવ્યા અગ્રવાલ, પ્રતીકને કહ્યાં શિલ્પા શિંદે અને વિકાસ ગુપ્તાની કોપી
બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) માં, રિયાલિટી શો ક્વીન દિવ્યા અગ્રવાલ અને દરરોજ શો માં હંગામો કરવા વાળા પ્રતીક સહજપાલનો કરણ જોહર દ્વારા જોરદાર ક્લાસ લેવામાં આવ્યો

વૂટ પર ઓનલાઇન સ્ટ્રીમ થતો બિગ બોસ ઓટીટીમાં આજે કરણ જોહરનું એક અલગ રુપ જોવા મળ્યું

બિગ બોસના આ સપ્તાહમાં દિવ્યા ઘણી વખત એ વાત રિપીટ કરતી જોવા મળી હતી કે તેને રિયાલિટી શો વિશે ઘણી જાણકારી છે.

દિવ્યાએ વારંવાર કહ્યું હતું કે તે બે રિયાલિટી શો કરી ચૂકી છે. એપિસોડની શરૂઆતમાં, કરણે દિવ્યાને સ્પષ્ટ કહ્યું કે શો તેના વિશે નથી. દિવ્યા પોતાની સામે અક્ષરા સિંહ, નિશાંત, મૂસને ઓછા સમજે છે.

જ્યારે દિવ્યાએ પોતાનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરતા કરણ જોહરને કહ્યું કે માત્ર તેને જ નહીં પણ કરણે બાકીના લોકોને પણ આ વલણ અંગે પ્રશ્ન કરવો જોઈએ. આ સાંભળ્યા બાદ કરણે દિવ્યાને કહ્યું કે તેને કરણને કહેવાની જરૂર નથી કે તેમણે શોમાં આગળ શું કરવું જોઈએ.

દિવ્યાની સાથે કરણે પ્રતિક સહજપાલ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે એવું લાગે છે કે પ્રતીક અને દિવ્યાએ બહારથી સ્ક્રિપ્ટ લખીને શોમાં પ્રવેશ કર્યો છે અને શિલ્પા શિંદે-વિકાસ ગુપ્તાની કોપી કરવાનો પ્રયાસ કર્યો છે.

ઘરમાં હંમેશા નોનસ્ટોપ વાતો કરનાર સ્પર્ધકો દિવ્યા અને પ્રતીક આજે બિગ બોસના ઓટીટી હોસ્ટ કરણ જોહરની સામે સંપૂર્ણપણે મૌન રહ્યા.