Breaking News : દિલજીત દોસાંજનો કોન્સર્ટ મોબાઈલ ચોરી નું હબ બન્યો, પોલીસે ચોર ગેંગને ઝડપી પાડી- જુઓ Video
અમદાવાદમાં યોજાયેલા દિલજીત દોસાંજ (Diljit Dosanjh)ના કોન્સર્ટમાં મોબાઈલ ચોરીની અનેક ઘટનાઓ સામે આવી. કોન્સર્ટ દરમિયાન મોબાઈલ ચોરો સક્રિય થતાં મોટેરા પોલીસ સ્ટેશનમાં અંદાજે 70 જેટલી મોબાઈલ ચોરીની ફરિયાદો નોંધાઈ હતી.પોલીસે ચોર ગેંગને ઝડપી પાડી છે.
અમદાવાદમાં યોજાયેલા દિલજીત દોસાંઝના કોન્સર્ટનો ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં ચાહકો પોતાના મનપસંદ કલાકારને સાંભળવા ઉમટ્યા હતા.સંગીત, મનોરંજન અને ઉત્સાહ વચ્ચે કોન્સર્ટ ચર્ચાનો વિષય પણ બન્યો છે. એક તરફ દારૂ અંગેના ગીતો ગાવાના વિવાદ પર દિલજીતે વિરોધીઓને જવાબ આપ્યો, તો બીજી તરફ કોન્સર્ટમાં મારામારી અને પ્રતિબંધિત ઈ-સિગારેટનો વીડિયો સામે આવતાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. મોટી વાત તો એ હતી કે, મોંઘી ટિકિટો લઈ દિલજીત દોસાંઝનો કોન્સર્ટ જોવા આવેલા લોકોના ફોનની ચોરી થઈ હતી.
અંદાજે 70 જેટલી મોબાઈલ ચોરીની ફરિયાદો
દિલજીત દોસાંઝના કોન્સર્ટને જોવા માટે લોકો આતુર હતા. આ દરમિયાન લોકો કોન્સર્ટની સુંદર મોમેન્ટને પોતાના મોબાઈલમાં કેદ કરી હતી.જ્યારે લોકો આ સુંદર મોમેન્ટને કેદ કરી સ્ટેડિયમની બહાર નીકળ્યા તો તેમના ખીસ્સામાંથી મોબાઈલ ગુમ હતા. એક બાજું મોંઘી ટિકિટ ખરીદો તો બીજી બાજું મોંઘા મોબાઈલ ફોન ચોરી થતાં લોકો ગુસ્સે થયા હતા. આટલું જ નહી લોકોના આ મોબાઈલમાં પોતાનો પર્સનલ ડેટા સહિત અનેક વસ્તુઓ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે ઉત્સાહ સાથે દિલજીતનો કોન્સર્ટ જોવા આવેલા લોકોને નિરાશા સાથે ઘરે પાછું ફરવું પડ્યું હતુ.
દિલ્હીથી આ ગેંગ ખાસ મોબાઈલ ચોરી કરવા અમદાવાદ આવી
અમદાવાદમાં યોજાયેલા દિલજીત દોસાંજના કોન્સર્ટમાં મોબાઈલ ચોરીની અનેક ઘટનાઓ સામે આવી. કોન્સર્ટ દરમિયાન મોબાઈલ ચોરો સક્રિય થતાં મોટેરા પોલીસ સ્ટેશનમાં અંદાજે 70 જેટલી મોબાઈલ ચોરીની ફરિયાદો નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોટેરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આંતરરાજ્ય મોબાઈલ ચોર ગેંગને ઝડપી પાડી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દિલ્હીથી આ ગેંગ ખાસ મોબાઈલ ચોરી કરવાના ઇરાદે પોતાની કાર લઈને અમદાવાદ આવી હતી. પંજાબી લુકમાં આવેલા ગેંગના બે સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓ હાલ ફરાર છે. સમગ્ર મામલે મોટેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દિલજીત દોસાંઝે મચાવી ધમાલ, પરિવારમાં કોણ કોણ છે જાણો અહી ક્લિક કરો
9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video
દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી
સરખેજમાં ડ્રગ માફિયાના ઘર પર ચાલ્યું દાદાનું બુલ્ડોઝર!
દાહોદના ઠક્કર ફળિયામાં મોડી રાત્રે બેકાબૂ કારે સર્જ્યો અકસ્માત
