AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન, CMનો મોટો નિર્ણય,જુઓ Video

Breaking News : ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન, CMનો મોટો નિર્ણય,જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2026 | 12:49 PM
Share

ગુજરાતમાં 9 નગરપાલિકાના વિકાસને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં નવ રચિત નગરપાલિકાના સરકાર વિના મૂલ્યે સરકારી જમીન આપવાનો નિર્ણય લીધો છે. મહાનગરપાલિકાઓ નાગરિકો માટે વિકાસના કાર્યો કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા નવ રચિત મહાનગરપાલિકાઓને સરકારી જમીન આપવામાં આવે તો આર્થિક બોજા નહીં રહે.

9 મહાનગરપાલિકાને મળશે લાભ

રાજ્ય સરકારના આ નિર્ણયનો લાભ નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ મહાનગરપાલિકાઓને મળશે. આ નવ શહેરોમાં શહેરી વિકાસમાટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં સરળતા રહેશે.

5 વર્ષ માટે મળશે ખાસ છૂટછાટ

મહાનગરપાલિકાને વિના મૂલ્યે સરકારી જમીનની ફાળવવાના નિયમોમાં 5 વર્ષની ખાસ છૂટ આપવામાં આવી છે. આ રાહત મળતા વિવિધ સુવિધા ઉભી કરવામાં મદદ મળશે અને જે પણ નાણા બચશે તો તેને અન્ય સુવિધામાં ઉપયોગમાં લઈ શકાય છે.

મહાનગરપાલિકામાં કઈ સુવિધાનો થશે વિકાસ ?

સરકારના આ નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓમાં વહીવટી અને પાયાની નાગરિક સુવિધાઓ વિકસાવવાનો માર્ગ મોકળો થશે. મહાનગર સેવા સદન, ફાયર સ્ટેશન અને ટાઉન હોલ જેવી જાહેર સુવિધાઓ માટે જમીન ઉપલબ્ધ થઈ શકશે.

નવ શહેરોના વિકાસને મળશે વેગ

નવી મહાનગરપાલિકાઓની રચના બાદ શહેરોમાં વધતી વસ્તી અને શહેરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુવિધાઓ ઊભી કરવી જરૂરી બની છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયથી નવેય મહાનગરપાલિકાઓને વિકાસકાર્યો હાથ ધરવામાં આર્થિક રાહત મળશે. સાથે જ નાગરિકોને જરૂરી પાયાની સુવિધાઓ પૂરી પાડવાની પ્રક્રિયા પણ વધુ સરળ બની શકશે.

આ પણ વાંચો : Breaking News : મોડી રાત્રે દાહોદમાં ગમખ્વાર અકસ્માત! બેકાબૂ કારે 5 વાહનોને લીધા અડફેટે, જુઓ CCTV Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">