તમારી સામે ઉભેલા પ્રજાના સેવક પોલીસકર્મી, ટ્રાફિક પોલીસ કે TRB જવાન છે? આ રીતે તેમને ઓળખો
ગુજરાતના પોલીસકર્મીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોની તોડકાંડની ઘટના બાદ પોલીસ અધિકારીઓ સતર્ક બન્યા છે. ભરૂચ પોલીસે ટ્વીટ દ્વારા નંબર જાહેર કરી પરેશાન કરનારા અથવા લાંચ માંગનાર સામે ફરિયાદ કરવા પ્રજાજનોને અપીલ કરી છે.

ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોના આધારે તાજેતરમાં સાત ટ્રાફિક બ્રિગેડ કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરી અને ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. આઘટના બાદ ટ્રાફિક બ્રિગેડના વિસર્જન સુધી નોબત આવી હતી. ટ્રાફિક બ્રિગેડ , ટ્રાફિક પોલીસ અને ગુજરાત પોલીસ વચ્ચેનો તફાવત અને કામગીરી ભરૂચ પોલીસે સમજાવવા પ્રયાસ કર્યો છે. આ અંગે એસપી ભરૂચના ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ પણ મુકવામાં આવી છે જે પ્રજાનોનેને પ્રજાનાસેવક અને તેમની કામગીરીનો તફાવત સમજાવે છે.

ભરૂચ પોલીસે ટ્વીટર એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરી પોલીસકર્મીઓ , ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના વર્ગીકરણને યુનિફોર્મ સહિતની બાબતોથી જણાવવાનો પ્રયાસ કર્યો છે

ખાખી એટલે પોલીસ એ વર્ષો જૂની માન્યતા છે. દરેક વ્યક્તિએ પોલીસ અને આર્મીનો યુનિફોર્મ જોયો જ હશે. રાજ્યો અનુસાર આમાં થોડો તફાવત પણ હોય છે પરંતુ તમામ રાજ્યોના પોલીસ યુનિફોર્મમાં મોટાભાગની વસ્તુઓ સામાન્ય છે. તસ્વીરમાં પોલીસ કર્મીઓનો યુનિફોર્મ નજરે પડે છે.

પોલીસના ડરથી બધા ધ્રૂજી ઉઠે છે. દેશનો દરેક નાગરિક આ વાત જાણે છે અને તેના કારણે તે ગેરકાયદેસર કામ કરશે તો પોલીસ તેને પકડી લેશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પોલીસના કપડાંનો રંગ ખાકી કેમ હોય છે? દેશના લગભગ તમામ રાજ્યોની પોલીસ ડ્રેસ ખાખી કલરના બને છે.

આ તસ્વીરમાં ટ્રાફિક પોલીએ નજરે પડે છે. ટ્રાફિક પોલીસ અને જિલ્લા પોલીસ સ્ટેશનના યુનિફોર્મમાં ફરક છે કારણ કે ટ્રાફિક પોલીસની જવાબદારી માત્ર રસ્તાઓ પરના ટ્રાફિકને નિયંત્રિત કરવાની છે. તેની જવાબદારી ટ્રાફિક પોલીસની છે

ટ્રાફિક બ્રિગેડ એટલેકે TRB જવાનોએ ટ્રાફિકને નિયંત્રિત કરવામાં પોલીસને મદદ કરવી પડે છે જેના માટે તેમને પગાર આપવામાં આવે છે અને તેઓ મહિનામાં વધુમાં વધુ 27 દિવસ કામ કરી શકે છે. તેણે ઓછામાં ઓછા આઠ કલાક ટ્રાફિક પોઈન્ટ પર ઊભા રહેવું પડે છે. ટ્રાફિક બ્રિગેડના જવાનની સત્તાઓ માર્યાદિત છે

ગુજરાતના પોલીસકર્મીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોની તોડકાંડની ઘટના બાદ પોલીસ અધિકારીઓ સતર્ક બન્યા છે. ભરૂચ પોલીસે ટ્વીટ દ્વારા નંબર જાહેર કરી પરેશાન કરનારા અથવા લાંચ માંગનાર સામે ફરિયાદ કરવા પ્રજાજનોને અપીલ કરી છે.
