SBI અને BOBના ગ્રાહકો 31મી ડિસેમ્બર પહેલા કરી લો આ કામ, નહિંતર થઈ શકે છે સમસ્યા
ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને બેંક ઓફ બરોડા (BOB)માં બેંક લોકર ધરાવતા ગ્રાહકોએ 31મી ડિસેમ્બર સુધીમાં બેંક સંબંધિત મહત્વની કામગીરી પૂર્ણ કરવી પડશે. આ કામ માટે બેંકો તેમના ગ્રાહકોને ફોન કોલ્સ, એસએમએસ અને ઈમેલ દ્વારા જાણ કરી રહી છે.

ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને બેંક ઓફ બરોડા (BOB)માં બેંક લોકર ધરાવતા ગ્રાહકોએ 31મી ડિસેમ્બર સુધીમાં બેંક સંબંધિત મહત્વની કામગીરી પૂર્ણ કરવી પડશે.

RBIએ તમામ બેંકોને તેમના ગ્રાહકોને બેંક લોકર્સ માટે નવા કરાર પર સહી કરવા માટે સૂચના આપી છે. જો તમારી પાસે પણ SBI અથવા બેંક ઓફ બરોડાની કોઈપણ શાખામાં બેંક લોકર છે, તો બેંકની મુલાકાત લો અને નવા બેંક લોકર કરાર પર સહી કરો. નહિંતર સમસ્યા થઈ શકે છે.

મોટાભાગની તમામ બેંકોએ ગ્રાહકના અધિકારોને આવરી લેતા સુધારેલા બેંક લોકર કરાર જારી કર્યા છે. બેંક લોકરના ગ્રાહકોએ તેના પર સહી કરવી જરૂરી છે. બેંકો તેમના ગ્રાહકોને ફોન કોલ્સ, એસએમએસ અને ઈમેલ દ્વારા જાણ કરી રહી છે.

ગ્રાહકોએ બેંકમાં જઈને પોતાનો આધાર, પાન નંબર અને ફોટો આપવાનો રહેશે. તેમજ સ્ટેમ્પ પેપર અને બેંક લોકર કરાર પર સહી કરવાની રહેશે.

RBIએ બેંકોને 31 ડિસેમ્બર 2023 સુધીમાં બેંક લોકર ધારકો સાથે નવા કરાર પર સહી કરવાનો આદેશ આપ્યો છે. તમામ બેંકોને તેમના ગ્રાહકોને જરૂરી માહિતી આપવા તેમજ આરબીઆઈના કાર્યક્ષમ પોર્ટલ પર તેમના લોકર કરારોની સ્થિતિ અપડેટ કરવાનો નિર્દેશ આપ્યો છે.

મોટાભાગના લોકો પોતાનું સોનું અને મહત્વપૂર્ણ દસ્તાવેજો બેંક લોકરમાં રાખે છે. ત્યારે લોકરમાં રાખવામાં આવેલી વસ્તુઓની સુરક્ષા માટે કરાર પર સહી કરવી જરૂરી છે.
