બનાસકાંઠાની લેડી ડોન છે ગેનીબેન ઠાકોર, કહી ચુક્યા છે કે ‘દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે’

રાજ્યની 26 લોકસભા બેઠકો પૈકી સૌથી વધુ ચર્ચાસ્પદ રહે છે તો એ છે બનાસકાંઠા લોકસભા બેઠક, કારણ કે, આ બેઠક પર ગેનીબેન ઠાકોરનું વર્ચસ્વ છે. જેનાથી તમામ પાર્ટીઓ ડરે છે. તો આજે આપણે ગેનીબેન ઠાકોરના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Jun 05, 2024 | 4:28 PM
ગેનીબેન ઠાકોરનું નામ સૌ કોઈને યાદ રહેશે કારણ કે, બનાસકાંઠની બેઠક પર ભારે રસાકસી બાદ કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન વિજેતા જાહેર થયા હતા. ગેનીબેન એકલા ગુજરાતમાં ભાજપ પર ભારે પડ્યા હતા.

1 / 12
ગેનીબેનના પિતાનું નામ નગાજી રવજી ઠાકોર છે. તેમની માતાનું નામ મસુબેન છે, નગાજી રવજી ઠાકોર ને પાંચ બાળકો હતા. 3 દિકરા અને 2 દિકરીઓ તેમાંથી એક છે બનાસકાંઠાની પાવરવુમન ગેનીબેન ઠાકોર.

2 / 12
ગેની બેન ઠાકોરના પતિનું નામ શંકરજી ગેમરજી ઠાકોર છે. આ દંપતિને એક પુત્ર છે જેનું નામ અશોક શંકરજી ઠાકોર છે. જેના લગ્ન થઈ ચુક્યા છે.અશોક શંકરજી ઠાકોરની પત્નીનું નામ આરતી અશોક છે.

3 / 12
ગેનીબેન ઠાકોરનું પૂરું નામ ગેનીબેન નાગજીભાઈ ઠાકોર છે, જે તેના નામની પાછળ પિતાનું નામ લખે છે. જે એક ભારતીય રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો.

4 / 12
આજે અમે તમને ગેનીબેનના રાજકીય સફરથી લઇને તેમના પરિવાર વિશે વાત કરીશું.પહેલી જાન્યુઆરી 1975માં જન્મેલાં ગેનીબેન ઠાકોર 2017માં બનાસકાંઠાની વાવ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યાં હતાં અને જીત્યાં હતાં. ગેનીબેન તેના નિવેદનો માટે ખુબ જ ચર્ચામાં રહે છે,બનાસકાંઠાની જનતા તેને પ્રેમ પણ ખુબ કરે છે,

5 / 12
 ગેનીબેન ઠાકોરે ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ધોરણ 10 પહેલા તાલુકા પંચાયતની પ્રમુખ બની હતી. પાંચ ભાઈ બહેનોમાં સૌથી મોટા ગેની બેન ઠાકોર છે.ગેની બેન હંમેશા સાડીમાં જ જોવા મળે છે. બૂટલેગરને પણ ગેનીબેન ઠાકોર રંગેહાથે પકડી ચૂક્યા છે.ગેનીબેન પોતાના બેબાક અંદાજ માટે જાણીતા છે.

6 / 12
 2019માં ગેનીબેને ઠાકોર સમાજની અપરિણીત યુવતીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.ગેનીબેને કહ્યું હતું કે, "યુવતીઓ માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના પગલામાં કંઈ પણ ખોટું નથી. તેઓએ સોશિયલ મિડિયાથી દૂર રહેવું જોઈએ અને અભ્યાસમાં વધુ સમય પસાર કરવો જોઈએ".

7 / 12
આ પહેલા પણ 2018માં તેમણે લોકોને બળાત્કારના આરોપીઓને પોલીસને સોંપવાના બદલે સળગાવી દેવા માટે ઉશ્કેરતું નિવેદન આપ્યું હતું. બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ 'મહિલાઓને શાંત પાડવાનો' પ્રયાસ કરી રહ્યાં હતાં.

8 / 12
2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી.2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા.

9 / 12
બનાસકાંઠા લોકસભા બેઠક પર આ વખતે બંન્ને મહિલા ઉમેદવારો મેદાને હતા ભાજપ માંથી રેખા ચૌધરીને ટિકિટ અપાઈ હતી આ સાથે કોંગ્રેસમાંથી ગેની ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે ભાજપનું ત્રીજી વખતે ક્લિન સ્વીપનું સપનું ગેનીબેન ઠાકોરે તોડી નાખ્યું છે

10 / 12
તમને જણાવી દઈએ છેલ્લે 2009લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી હતી તે બાદ 2014 અને 2019નીમાં ભાજપે આ સીટ જીતી લીધી હતી. ફરી એકવાર કોંગ્રેસના ગેનીબેને ભાજપને જોરદાર ટક્કર આપી છે અને 21 હજાર મતોની લીડ મેળવીને ભાજપના ગઢમાં ગાબડુ પાડી દીધુ છે.

11 / 12
ગેનીબેન ઠાકોર મજબૂત કોંગ્રેસી મહિલા નેતા તરીકે ઉત્તર ગુજરાતમાં ઉભર્યા છે.ગેની બેન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહી ચુક્યા છે કે,હું વાવ વિધાનસભા વિસ્તારની ધારાસભ્ય છું,વાવનો વટ મારી જનતા છે,દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે.

12 / 12

Latest News Updates

Follow Us:
સ્કૂલ વર્ધી વાન અને રિક્ષાચાલકોની હડતાળથી વાલીઓની સ્થિતિ બની કફોડી

હિંમતનગરમાં દોડતા બેફામ ડમ્પરે સર્જેલા અકસ્માતમાં વધુ એકનું મોત, જુઓ

મહેસાણા: ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રિજની દુર્દશા, પુલ પર ઠેર-ઠેર ગાબડાં

વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર ફરી વળ્યાં પાણી

અમદાવાદમાં પ્રી-પ્રાયમરી શાળાઓના સંચાલકોમાં રોષ

કલેકટરને આવેદન આપી ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માગ

ઓઝત-2 ડેમમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો સિંહનો મૃતદેહ- હત્યાની આશંકા

રતનપુર ગામમાં 200 કરતાં વધારે ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા

વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
કાયમી શિક્ષક ભરતીની માગ સાથે TET- TAT પાસ ઉમેદવારોનુ સરકાર સામે આંદોલન

g clip-path="url(#clip0_868_265)">