પ્રજાસતાક દિનની ગુજરાતની ઝાંખીની પ્રથમ ઝલક, જાણો આ વર્ષની અનોખી થીમ વિશે

Republic day parade 2023: ભારતની રાજધાની દિલ્હીમાં 26મી જાન્યુઆરીના પ્રજાસતાક દિનની તડામાર તૈયારી ચાલી રહી છે. ભારતીય સેનાના જવાનો હાલમાં કડકડતી ઠંડી વચ્ચે પ્રજાસતાક દિનની પરેડની તૈયારી કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 7:29 PM
દર વર્ષે દિલ્હીના રાજપથ અને હાલના કર્તવ્ય પથ પર પ્રજાસતાક દિનની પરેડમાં દેશના અલગ અલગ રાજ્યોની ઝાંખી જોવા મળે છે. દરેક રાજ્ય હાલમાં પોતાની ઝાંખી બનાવવામાં વ્યસ્ત છે, તે બધા વચ્ચે ગુજરાત રાજ્યની ઝાંખીની પ્રથમ ઝલક સામે આવી છે.

1 / 6
કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃ પ્રાપ્ય-હરિત અને શુદ્ધઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ગુજરાતની ઝાંખી દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

2 / 6
'કર્તવ્યપથ' પર આયોજિત થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષયને આવરી લેતી ઝાંખી રજૂ થનારી છે. જે  દેશ અને દુનિયાને પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોનાં પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને  આત્મનનિર્ભર બનવાનો સંદેશ આપશે.

3 / 6
ઝાંખીના મુખ્ય આકર્ષણનું કેન્દ્રો : કચ્છમાં આકાર લઇ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌ પ્રથમ 24x7 સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, PM-KUSUM યોજના થકી ખેડૂતોની ખુશહાલી અને કેનાલ રુફટોપથી થતા સૌરઊર્જાનું ઉત્પાદન છે.

4 / 6
પ્રસ્તુત ઝાંખીના પ્રથમ ભાગમાં ગુજરાતના કચ્છના ખાવડા ખાતે આકાર લઇ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રિન્યુએબલ એનર્જી પાર્કનું  નિદર્શન છે. બિનપરંપરાગત ઊર્જાના અખૂટ સ્ત્રોત સ્વરૂપ સૂર્ય અને પવનને પ્રતીકાત્મક રીતે હાથમાં ધારણ કરેલી એક ખુશહાલ કન્યાને કચ્છના ભાતીગળ પહેરવેશમાં દર્શાવી છે. અત્રે  ઉલ્લેખનીય છે કે, વર્ષ-2011થી ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામમાં રાજ્યનો સૌ પ્રથમ સોલાર પાર્ક કાર્યરત છે જ .

5 / 6
જયારે ઝાંખીના પૃષ્ઠભાગમાં ગુજરાતનું જાણીતું સૂર્યમંદિર જ્યાં આવેલું છે; તે  મોઢેરા ગામ BESS (Battery Energy Storage System) મારફતે દેશનું સૌ પ્રથમ 24x7 સોલાર ઊર્જા મેળવતું ગામ બન્યું છે. તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સ(UN)ના સેક્ટરી-જનરલ અન્ટોનિઓ ગુટરસે (Antonio Guterres) સૌરઊર્જાથી આત્મનિર્ભર બનેલા મોઢેરાની મુલાકાત લઈને ગુજરાતના આ કાર્યની ખૂબ પ્રસંશા કરી હતી.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">