અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોલ્ફ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત GFI TOUR 2024નો કરાવ્યો પ્રારંભ- તસ્વીરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્સવિલે ખાતે ગોલ્ફ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત GFI TOUR 2024નો આરંભ કરાવ્યો. શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓને વધુ સુદ્રઢ કરી ગામડાને ગોલ્ફ સાથે જોડવાના આશય સાથે આયોજિત GFI TOUR 2024 25થી વધુ શહેરોમાં યોજાશે. આ પ્રસંગે CMએ જણાવ્યુ છે કે છેલ્લા 2 દાયકામાં ગુજરાતમાં જિલ્લા સ્તરે સ્પોર્ટ્સ સેન્ટરની સંખ્યામાં 8 ગણો વધારો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2024 | 8:45 PM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GFI TOUR 2024નો પ્રારંભ કરાવ્યો. આ તકે તેમણે જણાવ્યુ કે પીએમ મોદીએ સ્ટાર્ટઅપથી સ્પોર્ટ્સ સહિતના સેકટરમાં યુવાશક્તિથી ભારતને આગળ લઈ જવાની અપીલ કરી છે. તેમણે ખેલે તે ખીલેના ભાવ સાથે ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે. ગોલ્ફ રમત ફિટનેસ, સ્કિલ અને સ્કેલ માગી લેતી રમત છે. ત્યારે અમદાવાદના આંગણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અનુરૂપ થીમ સાથે GFI TOURના આયોજનને મુખ્યમંત્રીએ રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ ગણાવી.

1 / 7
મુખ્યમંત્રીએ જણાવ્યું કે પીએમ મોદીએ સ્પોર્ટ્સને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાની હિમાયત કરી છે. રમત ગમતથી શારીરિક અને માનસિક વિકાસની સાથે ધૈર્ય, ચપળતા, એકાગ્રતા, સ્વચ્છતા વગેરે ગુણો વિકસે છે. રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સૂત્ર સાથે અબાલ વૃદ્ધ સહુ રમત-ગમત સાથે જોડાયા છે. PM મોદીએ 2010માં ખેલમહાકુંભ શરૂ કરાવીને ગુજરાતને વિશ્વસ્તરે ચમકાવ્યું છે. કેન્સવિલે પીએમની દીર્ઘદ્રષ્ટિથી વિકસાવેલા સ્પોર્ટ્સ કલ્ચર અને તેને અનુરૂપ ઇકોસિસ્ટમનું પરિણામ છે.

2 / 7
વ્યવસાયની સાથે સ્પોર્ટ્સથી ગુજરાતની ઓળખ થઈ રહી હોવાનું જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, આજે ગુજરાતમાં સ્પોર્ટ્સ ફેસિલિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને સ્પોર્ટિંગ ઇવેન્ટના આયોજન માટે વિશેષ ક્ષમતા કેળવી લીધી છે. કેન્સવિલે ખાતે ગોલ્ફ રમતનું આયોજન તેનું જ ઉત્તમ ઉદાહરણ છે.

3 / 7
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બે દાયકામાં ગુજરાતમાં જિલ્લા સ્તરે સ્પોર્ટ્સ સેન્ટરની સંખ્યામાં 8 ગણો વધારો થયો છે. આજે 24 અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે 22 એકરમાં વિસ્તરેલું મલ્ટી યુટીલિટી સ્પોર્ટ્સ સેન્ટર, 233 એકરમાં વિસ્તરેલું સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ વગેરે ગુજરાતની સ્પોર્ટ્સ ક્ષેત્રે અગ્રેસરતા સૂચવે છે. થોડા સમય પહેલા ગુજરાતે ખૂબ ટૂંકા સમયમાં કરેલા 36મી નેશનલ ગેમ્સના દાખલરૂપ આયોજનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત પીએમ મોદીના દિશાદર્શનમાં 2036માં ઓલિમ્પિકસની યજમાની કરવા સજ્જ બન્યું છે.

4 / 7
મુખ્યમંત્રીએ કહ્યુ પીએમના નેતૃત્વમાં ભારતે અશક્ય લાગતા સીમાચિહ્ન સર કર્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, ટુરિઝમ અને ટ્રેડ હેલ્થ, હોસ્પિટલીટી, સ્પોર્ટ્સ એમ દરેક ક્ષેત્રમાં ભારતે મોટી છલાંગ લગાવી છે. સરકારી યોજનાઓ દ્વારા વિકાસનો રથ દેશના છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. ગ્રામપંચાયતને સુશાસન માટે ગ્રાસરૂટ પિલર ગણાવ્યા છે. અહીં સરપંચ સંવાદનું આયોજન કરીને કોમ્યુનિટી એંગેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રૂરલ કોમ્યુનિટી અને લોકલ ગવર્નિંગ બોડી સાથે કોલોબ્રેશન કરીને આ રમતને કોમ્યુનિટી એમ્પાવરમેન્ટનું માધ્યમ પણ બનાવી સ્વચ્છતા, એજ્યુકેશન એન્ટરપ્રિન્યોરશીપ અને સ્પોર્ટ્સને બળ આપી શકાય.

5 / 7
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે પીએમ મોદીના ગ્રીનગ્રોથના વિચારને સાકાર કરતા રાજ્ય સરકાર પર્યાવરણપ્રિય વિકાસ માટે વૃક્ષારોપણ, ગ્રીનએનર્જી અને ગ્રીનમોબિલિટી માટે પ્રયાસરત છે. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી બાદ હવે અમૃતકાળને કર્તવ્ય કાળ બનાવવા યોગદાન આપવા પણ તેમણે આહ્નાન કર્યુ.

6 / 7
આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગ બાળકોને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અર્પણ કરવામાં આવ્યા હતા.  આજના પ્રસંગે QCIના ચેરમેન અને GFI TOUR 2024ના બ્રાન્ડ એમ્બેસેડર જક્ષય શાહ, GFIના સ્થાપક આર્યવીર આર્ય તેમજ ફેડરેશનના અન્ય સભ્યો, આમંત્રિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

7 / 7
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત

Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">