પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ

25 Nov. 2024

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કાળો દોરો શનિદેવનું પ્રતિક છે. માન્યતા છે કે કાળો દોરો બુરી નજરથી બચાવવાનું કામ કરે છે. 

આજના સમયમાં અનેક પુરુષ અને મહિલાઓ પગમાં કાળો દોરો બાંધે છે કારણ કે તેમનું માનવુ છે કે તેનાથી નજર નહીં લાગે

પરંતુ એસ્ટ્રોલોજરનું કહેવુ છે કે પગમાં કાળો દોરો ક્યારેય ન બાંધવો જોઈએ. 

એસ્ટ્રોલોજર અંજુ ઠાકુર તેમના એક વીડિયોમાં જણાવે છે "પગમાં ક્યારેય કાળો દોરો ન બાંધવો જોઈએ"

"જે પણ વ્યક્તિ કાળો દોરો પહેરે છે તેનો શનિ તેના પગમાં આવી જાય છે અને તેને હંમેશા  ખેંચાવુ પડે છે અને સમસ્યાઓ ઉભી થતી જ રહે છે"

"આજકલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમા ખાસ કરીને યુવતિઓ ફેશનના ચક્કરમાં પગમાં કાળો દોરો બાંધી લેતી હોય છે"

"કાળો દોરો બાંધવાથી નજર નથી ઊતરતી, જ્યોતિષ જણાવે છે કે શનિ જતો સારો લાગે છે અને લક્ષ્મી આવતી સારી લાગે છે પરંતુ જો શનિને આપ ખુદ જ પગમાં બાંધી રહ્યા છો તો શનિ કેવી રીતે ઠીક થશે"

"હંમેશા શનિની ગરિમા જાળવો, તેને માન આપો, હાથમાં પહેરો, ગળામાં પહેરો પરંતુ પરંતુ પગમાં ક્યારેય પણ ન પહેરો"