ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ ઓપરેશના 3 મહિનામાં એક વ્યક્તિનું મોત, જુઓ Video
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે. મહેસાણાના જોરણગ ગામમાં પણ કેમ્પ કર્યો હતો. ઓપરેશન કર્યા બાદ 3 મહિનામાં એક વ્યક્તિનું મોત થયુ છે. ઘૂંટણ બતાવવા આવેલા દર્દીઓના પણ હૃદયની બિમારી દર્શાવીને ઓપરેશન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કેમ્પ કરી 15થી વધુ વ્યક્તિઓને અમદાવાદ લઈ જવાયા હતા. પૂર્વ સરપંચ દ્વારા આ સમગ્ર મામલે આક્ષેપ કરાયા હતા. કેમ્પ બાદ 7 વ્યક્તિઓને સ્ટેન્ટ મુકાયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ત્રણ માસ બાદ એક દર્દીનું મોત, જ્યારે 6 દર્દીને હાલમાં પણ તકલીફના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. સમગ્ર મામલે તપાસ થાય તેવી સ્થાનિકોએ માગ કરી છે.
કેમ્પમાં 35 થી વધુ લોકોએ કરાવ્યુ હતુ નિદાન
મળતી માહિતી અનુસાર ખ્યાતિ હોસ્પિટલે 18 ડિસેમ્બર 2022ના રોજ કેમ્પનું આયોજન કર્યું હતુ. જોરણગ સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી સારવારનો કેમ્પ કર્યો હતો. કેમ્પમાં 35 થી 40 લોકોનું નિદાન કરાવ્યું હતુ. બીજા દિવસે 15થી વધુ દર્દીઓને સારવાર માટે લઈ જવાયા હતા. 7 લોકોને જરુરિયાત ન હોવા છતાં પણ ઓપરેશન કર્યાના સવાલ ઉભા થયા છે. જેમાંથી લક્ષ્મણભાઈ રાવળનું સ્ટેન્ટ મૂક્યાના ત્રણ માસ બાદ મૃત્યુ થયું હતુ.