પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી ! પોલીસે બોગસ તબીબ સામે શરૂ કરી કાર્યવાહી
બોગસ તબીબે બાળકને દત્તક આપવા માટે અરજદાર પાસેથી રૂપિયા લીધા હતા. જ્યારે અરજદારે બોગસ તબીબને આ બાળક પરત આપતાં બોગસ તબીબે અરજદાર પાસેથી લીધેલા રૂપિયા પાછા ન આપતા છેતરપિંડીનો ખુલાસો થયો હતો. પોલીસ મથકે બોગસ તબીબ સુરેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
પાટણમાં બોગસ તબીબે બાળકને દત્તક અપાવવાના નામે છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. અરજદારને સુરેશ ઠાકોર નામના બોગસ તબીબે બાળક દત્તક લેવડાવ્યું હતું. અરજદારને દત્તક બાળકના કોઈ પ્રકારના દસ્તાવેજી પુરાવા પણ આપવામાં આવ્યા નહોતા. જેના કારણે દત્તક લીધેલું બાળક અરજદારે બોગસ તબીબને પરત સોંપ્યું હતું.
બોગસ તબીબે બાળકને દત્તક આપવા માટે અરજદાર પાસેથી રૂપિયા લીધા હતા. જ્યારે અરજદારે બોગસ તબીબને આ બાળક પરત આપતાં બોગસ તબીબે અરજદાર પાસેથી લીધેલા રૂપિયા પાછા ન આપતા છેતરપિંડીનો ખુલાસો થયો હતો. પોલીસ મથકે બોગસ તબીબ સુરેશ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
Published on: Nov 24, 2024 07:15 PM
Latest Videos