IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો 

24 નવેમ્બર, 2024

IPL 2025ની મેગા ઓક્શન ભારતીય યુવા સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પર બિડિંગ સાથે શરૂ થઈ હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ અર્શદીપ સિંહ માટે રૂપિયા 2 કરોડની મૂળ કિંમતે પ્રથમ બોલી લગાવી હતી. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સે પણ રસ દાખવ્યો.

CSK અને દિલ્હી કેપિટલ્સ લાંબા સમય સુધી રેસમાં રહ્યા, પરંતુ પછી પીછેહઠ કરી. આ પછી રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સ્પર્ધા શરૂ થઈ.

ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ માર્કી ખેલાડીઓના ગ્રુપનો એક ભાગ છે.

તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા છે. અર્શદીપને પંજાબ કિંગ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો.

SRH એ અર્શદીપ માટે 15.75 કરોડ થી વધુની કિંમત બોલિ હતી.

પરંતુ  પંજાબે તેને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો, અર્શદીપ સિંહ IPLનો સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો.