Adani Stocks Prediction : અદાણી પાવરના સ્ટોક્સને લઈ મોટી આગાહી, અમેરિકન ફર્મે બતાવ્યા મજબૂત કારણો
મોર્ગન સ્ટેનલીએ અદાણી પાવર માટે ₹185 નો ટાર્ગેટ ભાવ આપી ‘ઓવરવેઈટ’ રેટિંગ જાળવી રાખી છે, જે 17% ઉછાળાનો સંકેત આપે છે.

મોર્ગન સ્ટેનલીએ અદાણી પાવર લિમિટેડ માટે પોતાની ‘ઓવરવેઈટ’ રેટિંગ જાળવી રાખી છે અને શેરનું ટારગેટ પ્રાઈસ ₹185 નક્કી કર્યું છે, જે હાલની કિંમત કરતાં લગભગ 17% સુધીનો વધારો દર્શાવે છે. ફર્મનું કહેવું છે કે કંપનીની વધતી થર્મલ પાવર ક્ષમતા, મજબૂત પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પાઇપલાઇન અને વધતા ટૅરિફ્સને કારણે કમાણી અને કેશ ફ્લોમાં ઝડપથી સુધારો થવાની શક્યતા છે.

અદાણી પાવર લિમિટેડ હાલમાં ભારતની સૌથી મોટી ખાનગી વીજ ઉત્પાદક કંપની છે અને એનટિપીસી પછીની બીજી સૌથી મોટી થર્મલ પાવર પ્રોડ્યુસર તરીકે સ્થાન ધરાવે છે. હાલ કંપનીની કોલ આધારિત વીજ ઉત્પાદન ક્ષમતા અને માર્કેટ શેર લગભગ 8% છે. મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું કે આવનારા સમયમાં થર્મલ ક્ષમતા વધારાના કારણે કંપનીને મોટો ફાયદો મળી શકે છે. અનુમાન છે કે વિત્ત વર્ષ 2032 સુધીમાં માર્કેટ શેર 15% સુધી પહોંચી શકે છે. કંપની પાસે હાલ 41.9 ગીગાવોટનું પ્રોજેક્ટ પોર્ટફોલિયો છે, જે વિત્ત વર્ષ 2025ની સરખામણીમાં 2.5 ગણું વધારે છે. ઉપરાંત, અદાણી પાવરે પોતાના મોટાભાગના નિયામક મુદ્દાઓ (regulatory issues) ઉકેલી લીધા છે, જે આવનારા સમયમાં વિકાસ માટેના નવા દરવાજા ખોલશે.

કંપનીએ પોતાના કૉન્ટ્રાક્ટ આધારિત બિઝનેસને મજબૂત બનાવ્યું છે. બિટૂબોરી અને પીર્પૈંથી માટે નવા PPA કરાર સહી થયા છે, જ્યારે રાયપુર અને અન્નૂપુર માટે અવોર્ડ લેટર (LOA) મળી ગયા છે. હવે કંપનીની PPA બિડિંગ પાઇપલાઇન 22 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે, જે અગાઉ 17 ગીગાવોટ હતી. તાજેતરના બિડિંગ રાઉન્ડમાં કંપનીએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને મજબૂત બેલેન્સ શીટ તથા તૈયાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે વધુ કરારો મેળવવા માટે અનુકૂળ સ્થિતિમાં છે. આ સુધારાઓને કારણે કંપનીની ઓપન માર્કેટમાં વીજ વેચાણ ક્ષમતા 9.6 ગીગાવોટમાંથી ઘટીને 7.6 ગીગાવોટ થઈ છે. જે કંપનીના લાભ માટે હકારાત્મક ગણાય છે.

તાજેતરના PPA ટૅરિફ 5.8 થી 6.2 રૂપિયા પ્રતિ યુનિટ વચ્ચે છે, જ્યારે ફિક્સ્ડ ચાર્જ આશરે ₹4 પ્રતિ યુનિટ છે. આ માળખા હેઠળ કંપનીને આશરે ₹3.5 પ્રતિ યુનિટ EBITDA મળવાની સંભાવના છે, જે ઓપન માર્કેટમાં મળતા ₹2.5 પ્રતિ યુનિટ કરતાં વધારે છે. આથી કંપનીની કમાણી અને કેશ ફ્લો બંને મજબૂત બનશે.

અદાણી પાવરની 23.7 ગીગાવોટની નિર્માણાધીન પ્રોજેક્ટ્સ માટે FY26 થી FY32 વચ્ચે આશરે ₹27,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. કંપની આમાંનો 60-65% ભાગ પોતાની આંતરિક કમાણીથી પૂરો કરી શકશે. હાલ કંપનીની બેલેન્સ શીટ મજબૂત છે અને નેટ ડેટ-ટુ-EBITDA રેશિયો માત્ર 1.5 ગણો છે. મોર્ગન સ્ટેનલીએ પોતાના અનુમાનમાં ફેરફાર કરીને ટારગેટ પ્રાઇસ ₹163.6 થી વધારીને ₹185 કરી દીધું છે. આ વધારો કંપનીના દ્વિતીય ત્રિમાસિકના મજબૂત પરિણામો, તેમજ તાજેતરમાં મળેલા PPA અને LOA કરારોને કારણે થયો છે.

બ્રોકરેજ ફર્મના મુજબ, કંપનીના EPS અનુમાનમાં FY26 માટે 2%, FY27 માટે 5%, અને FY28 માટે 3%નો વધારો કરવામાં આવ્યો છે. હવે અનુમાન છે કે FY25 થી FY33 દરમિયાન EBITDA દર વર્ષે સરેરાશ 20%ની વૃદ્ધિ દરે વધશે, અગાઉ આ અંદાજ 16% હતો. મોર્ગન સ્ટેનલીએ પોતાના વેલ્યુએશન માળખામાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ સ્પષ્ટ કર્યું છે કે અદાણી પાવર આગામી દાયકામાં મજબૂત વૃદ્ધિ માટે તૈયાર છે અને ઉર્જા ક્ષેત્રમાં તેનું સ્થાન વધુ મજબૂત બનશે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.
Home Loan : 5 પ્રકારની હોય છે હોમ લોન, આજે જ જાણી લો બધી વિગત
