AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણી ગ્રુપે ₹91.34 કરોડમાં ખરીદી વધુ એક કંપની, 3 મોટા હાઈવે પ્રોજેક્ટ્સ પર વધશે કંટ્રોલ, જાણો ડીલની વિગતો

ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે પાથ હાઈવેઝ એલએલપીનું અધિગ્રહણ પૂર્ણ કર્યું છે. આ ડીલથી અદાણી રોડ ટ્રાન્સપોર્ટનો 3 મહત્વપૂર્ણ હાઈવે પ્રોજેક્ટ્સ પર કંટ્રોલ વધશે. વાંચો સંપૂર્ણ વિગતો.

| Updated on: Aug 15, 2026 | 7:30 PM
Share
ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું અદાણી ગ્રુપ પોતાના બિઝનેસનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે. જેપી એસોસિએટ્સ બાદ હવે અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (AEL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ (ARTL) એ પાથ હાઈવેઝ એલએલપી (Path Highways LLP – PATH) ના અધિગ્રહણ (Acquisition) ની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.

1 / 7
કેટલા રૂપિયામાં થયો આ સોદો? અદાણી એન્ટરપ્રાઇઝિસે એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી છે કે આ અધિગ્રહણ ₹91.34 કરોડમાં કરવામાં આવ્યું છે. આ ડીલ હેઠળ અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડે 99.99% અને અદાણી રોડ જીઆરઆઈસીએલ લિમિટેડ (GRICL) એ 0.01% હિસ્સેદારી ખરીદી છે. આ હિસ્સેદારી ‘પ્રકાશ એસ્ફાલ્ટિંગ એન્ડ ટોલ્સ હાઈવે (ઈન્ડિયા) લિમિટેડ’ અને ‘શ્રીમતી નીતિ અગ્રવાલ’ પાસેથી ખરીદવામાં આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ પગલું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પોતાના નેટવર્કને મજબૂત કરવાની વ્યૂહરચનાનો ભાગ છે.

2 / 7
આ સોદાથી અદાણી ગ્રુપને શું ફાયદો થશે? આ ડીલ પૂર્ણ થવાથી અદાણી ગ્રુપનું 3 મહત્વપૂર્ણ રોડ પ્રોજેક્ટ્સ પર નિયંત્રણ વધી જશે. પહેલાં અદાણી રોડ ટ્રાન્સપોર્ટ અને પાથ હાઈવેઝ સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ્સમાં હિસ્સેદારી ધરાવતા હતા. હવે અધિગ્રહણ બાદ નીચેની કંપનીઓમાં અદાણી રોડ ટ્રાન્સપોર્ટની 99.99% હિસ્સેદારી થઈ જશે: 1. મંચેરિયલ રેપલ્લેવાડા રોડ લિમિટેડ 2. સૂર્યાપેટ ખમ્મમ રોડ લિમિટેડ 3. બિલાસપુર પથરાપાલી રોડ લિમિટેડ

3 / 7
પાથ હાઈવેઝ એલએલપી વિશે: 13 ડિસેમ્બર 2018ના રોજ સ્થપાયેલી પાથ હાઈવેઝ એલએલપી મુખ્યત્વે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ માટે એક ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની તરીકે કામ કરે છે. અગાઉ અદાણી ગ્રુપે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ દેવામાં ડૂબેલી જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડને ₹14,535 કરોડમાં ખરીદી હતી.

4 / 7
બોન્ડ માર્કેટ શું છે અને કંપનીઓ શા માટે બોન્ડ બહાર પાડે છે? જ્યારે કોઈ કંપનીને નવો પ્લાન્ટ સ્થાપવો હોય કે બિઝનેસ મોટો કરવો હોય ત્યારે તેને મોટા ભંડોળ (કેપિટલ) ની જરૂર પડે છે. સામાન્ય રીતે લોકોને લાગે છે કે કંપનીઓ માત્ર બેંક પાસેથી લોન લેતી હશે, પરંતુ વાસ્તવમાં ઘણી કંપનીઓ બેંક લોન લેવાને બદલે બોન્ડ (Bond) બહાર પાડીને રોકાણકારો પાસેથી નાણાં એકઠા કરે છે.

5 / 7
કંપનીઓ બેંક લોનને બદલે બોન્ડ કેમ પસંદ કરે છે? ઓછો વ્યાજદર: ઘણીવાર બેંક લોનની સરખામણીએ બોન્ડ માર્કેટમાંથી ઓછા વ્યાજદરે લાંબા ગાળા માટે નાણાં મળી રહે છે. મોટી રકમ એકઠી કરવી: બેંક પાસે લોનની એક મર્યાદા હોય છે, જ્યારે બોન્ડ દ્વારા દેશ વિદેશના હજારો નાના-મોટા રોકાણકારો પાસેથી હજારો કરોડ રૂપિયા ભેગા કરી શકાય છે. સરળ શરતો: બોન્ડમાં કંપનીઓ પોતાની અનુકૂળતા મુજબ વ્યાજ ચૂકવણી અને મુદત નક્કી કરી શકે છે.

6 / 7
બોન્ડ માર્કેટ એટલે શું? બોન્ડ એ કંપની અને રોકાણકાર વચ્ચેનો એક કાનૂની ઋણ કરાર છે. કંપની રોકાણકારો પાસેથી ઉધાર પૈસા લે છે અને તેના બદલામાં નિયમિત વ્યાજ આપે છે તથા મુદત પૂરી થતાં મૂળ રકમ પરત કરે છે. જે બજારમાં આ બોન્ડ્સનું ખરીદ-વેચાણ થાય છે તેને બોન્ડ માર્કેટ (Bond Market) કહેવામાં આવે છે.

7 / 7

લાલ અને પીળા કેપ્સિકમ કેન્સરથી બચાવવામાં કેવી રીતે મદદ કરે છે ?

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">