AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશ-વિદેશમાં સપ્લાય થાય છે ‘ટનબંધ સોનું’, આખરે કયા શહેરને કહેવાય છે ‘Gold Capital of India’?

ભારતમાં એક એવું પણ શહેર છે કે, જેની ઓળખ માત્ર સોનાની લે-વેચ પૂરતી સીમિત નથી પરંતુ તેની આખી અર્થવ્યવસ્થા સોનાના ચમકતા કારોબાર અને સદીઓ જુની કારીગરી પર ધબકે છે. ખાયસ વાત એ છે કે, અહીં રાજ્યના 70% થી વધુ દાગીનાનું નિર્માણ થાય છે અને હજારો કારીગરોની મહેનત દેશ-વિદેશ સુધી ચમકે છે.

| Updated on: Oct 03, 2026 | 12:52 PM
Share
સોનાની ચમક માત્ર જ્વેલરી શોરૂમમાં જ નથી દેખાતી પરંતુ કેટલાક શહેરોની સમગ્ર અર્થવ્યવસ્થા પર તેની અસર નજરે પડે છે. કેરળનું ત્રિશૂર એવું જ એક શહેર છે, જેને લાંબા સમયથી Gold Capital of India અથવા Golden City of India કહેવામાં આવે છે.

1 / 10
અહીં સોનાની ખરીદ-વેચાણની સાથે-સાથે ડિઝાઈનિંગ, મેન્યુફેક્ચરિંગ, જથ્થાબંધ વેપાર અને જ્વેલરી રિટેલનું મોટું નેટવર્ક હાજર છે. અહેવાલો મુજબ, ત્રિશૂરમાં રાજ્યના લગભગ 70% પ્લેન ગોલ્ડ જ્વેલરીનું નિર્માણ થાય છે.

2 / 10
ત્રિશૂરની ઓળખ માત્ર મોટા-મોટા જ્વેલરી શોરૂમ્સથી નથી બની. શહેર અને તેની આસપાસ દાયકાઓથી સોનાના કારીગરો અને નાના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સનું મજબૂત નેટવર્ક રહ્યું છે. અહીં લગભગ 3,000 નાના ગોલ્ડ મેન્યુફેક્ચરિંગ આઉટપુટ યુનિટ અને આશરે 40,000 કારીગરોનું ક્લસ્ટર છે.

3 / 10
આ જ નેટવર્ક મોટા જ્વેલર્સને ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગ સપોર્ટ આપે છે. શહેરમાં મોટા જ્વેલરી બ્રાન્ડ્સના મુખ્યાલય (હેડક્વાર્ટર) અને શોરૂમ હોવાથી વેપારની આખી ઇકોસિસ્ટમ વધુ મજબૂત બની છે.

4 / 10
જણાવી દઈએ કે, ઉત્પાદનના આંકડા સ્ત્રોત અને વ્યાખ્યા મુજબ બદલાય છે. આંકડાઓમાં કેરળમાં વાર્ષિક આશરે 90 ટન સોનાના ઘરેણાંના નિર્માણનો અંદાજ છે, જ્યારે ત્રિશૂરને તેનો સૌથી મોટો મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બતાવવામાં આવ્યું છે. બીજી તરફ, વર્ષ 2025ના એક ઉદ્યોગ-આધારિત અહેવાલે ત્રિશૂરના ગોલ્ડ જ્વેલરી ક્લસ્ટરનું વાર્ષિક ઉત્પાદન લગભગ 75–80 ટન આંક્યું હતું.

5 / 10
અહીં 'જ્વેલર્સ'ની એક સત્તાવાર ચોક્કસ વર્તમાન સંખ્યા બતાવવી મુશ્કેલ છે. આવું એટલા માટે કારણ કે, રિટેલ શોરૂમ, મેન્યુફેક્ચરિંગ યુનિટ અને નાના કારીગર પ્રતિષ્ઠાનો અલગ-અલગ શ્રેણીઓમાં આવે છે. ઉપલબ્ધ ડેટા અનુસાર, શહેરની આસપાસ લગભગ 3,000 સોનાના આભૂષણો બનાવતા યુનિટ્સ હોઈ શકે છે.

6 / 10
આમાં આશરે 40,000 કારીગરો અને અન્ય કર્મચારીઓ કામ કરતા રહ્યા છે. ઉદ્યોગના અંદાજ મુજબ, ત્રિશૂરમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે લગભગ 2 લાખ લોકોને રોજગારી મળેલી છે.

7 / 10
ત્રિશૂરના સોનાના વેપારની વાત કરીએ તો, એક અંદાજ અનુસાર અહીંનો વાર્ષિક કારોબાર ₹2.5 લાખ કરોડનો છે. એવામાં સોનાની કિંમત, વેચાણ અને બજારનું કદ હવે બદલાઈ શકે છે. બસ આના આધારે કુલ બિઝનેસનો ડેટા અલગ હોઈ શકે છે.

8 / 10
ત્રિશૂરનું મહત્વ માત્ર ઘરેલું વેચાણ પૂરતું મર્યાદિત નથી પરંતુ અહીંથી ઘણા દેશોમાં નિકાસ પણ કરવામાં આવે છે. આમાં યુએઈ (UAE), યુએસએ (USA), સાઉદી અરેબિયા, બહરીન, કતર, કુવૈત, ઓમાન, યુરોપ અને સિંગાપોર-મલેશિયા જેવા નામો છે. માનવામાં આવે છે કે, આ શહેરમાં મેન્યુફેક્ચરિંગ મજબૂત હોવા છતાં સીધી નિકાસને વધુ વધારવાની તકો રહેલી છે.

9 / 10
ત્રિશૂરની અર્થવ્યવસ્થા માત્ર સોના પર ટકેલી નથી. 'ત્રિશૂર' એ બેંકિંગ, ફાઇનાન્સ, રિટેલ, ટેક્સટાઇલ, આયુર્વેદ અને અન્ય વ્યવસાયોનું પણ મોટું કેન્દ્ર છે. જો કે, ગોલ્ડ અને જ્વેલરીએ શહેરને એક અલગ ઓળખ ચોક્કસ આપી છે. અહીં કારીગરોથી લઈને મોટા બ્રાન્ડ્સ સુધી આખી વેલ્યુ ચેઇન હાજર છે. આમાં ડિઝાઈન, ઉત્પાદન, જથ્થાબંધ વેપાર અને રિટેલ એક જ બિઝનેસ ઇકોસિસ્ટમમાં જોડાયેલા છે. આ જ કારણ છે કે, ત્રિશૂરને માત્ર કેરળનું જ નહીં પરંતુ ભારતના પ્રમુખ સોનાના ઘરેણાંના ઉત્પાદન અને વેપાર કેન્દ્રોમાં ગણવામાં આવે છે.

10 / 10

6 મહિનામાં 10% ઘટી ગયું ‘સોનું’, હવે ચીન સહિત આ 3 કારણો લાવશે બજારમાં ‘મોટી તેજી’

Follow Us
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી

આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે

ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો

ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ

ભાગવતનો વાર: ભારતમાં ફ્રાન્સ-બાંગ્લાદેશ જેવો માહોલ ઊભો કરવાનો ખેલ

મમતાની મમત છોડ્યા બાદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ, મફત જમીન આપશે

સાબરકાંઠા પ્રાંતિજમાં ભારે ભીડ વચ્ચે પલ્લી યાત્રા,દર્શન માટે ઉમટી ભીડ

સુરેન્દ્રનગરના પાણશીણા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ ! Video

ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત

g clip-path="url(#clip0_868_265)">