AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો, પહેલી મેચમાં સદી ફટકારનાર ખેલાડી ત્રીજી ODIમાંથી થયો બહાર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢમાં રમાશે. આ મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો લાગ્યો છે. સીરિઝની પહેલી મેચમાં સદી ફટકારનાર ખેલાડી ત્રીજી ODIમાંથી બહાર થઈ ગયો છે.

Breaking News: વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો, પહેલી મેચમાં સદી ફટકારનાર ખેલાડી ત્રીજી ODIમાંથી થયો બહાર
Justin GreavesImage Credit source: X
| Updated on: Oct 02, 2026 | 10:21 PM
Share

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી ચાલી રહી છે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે, અને ત્રીજી અને અંતિમ મેચ 3 ઓક્ટોબરે મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢમાં રમાશે. આ મેચ પહેલા કેરેબિયન કેમ્પને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ખેલાડીઓમાંથી એક મેચમાંથી બહાર થઈ ગયો છે. આ ખેલાડીએ શ્રેણીની પહેલી મેચમાં સદી ફટકારી હતી, પરંતુ ઈજાને કારણે બીજી મેચમાં મેદાનમાં ઉતરી શક્યો ન હતો.

જસ્ટિન ગ્રીવ્સ ત્રીજી ODIમાંથી થયો બહાર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેસ્ટ ઈન્ડિઝના ફોર્મમાં ચાલી રહેલા 32 વર્ષીય સ્ટાર ઓલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સ હજુ સુધી પગની પીઠની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી અને તેને ત્રીજી વનડેમાંથી બહાર કરવામાં આવ્યો છે. મેચની એક રાત પહેલા ગ્રીવ્સની ગેરહાજરીથી મુલાકાતી ટીમના બેટિંગ કોમ્બિનેશન પર મોટી અસર પડી છે. વર્તમાન પ્રવાસની શરૂઆતમાં જસ્ટિન ગ્રીવ્સ વેસ્ટ ઈન્ડિઝના સૌથી આક્રમક બેટ્સમેનોમાંનો એક સાબિત થયો હતો.

પ્રથમ વનડેમાં શાનદાર સદી ફટકારી હતી

જસ્ટિને તિરુવનંતપુરમમાં પ્રથમ વનડેમાં શાનદાર સદી ફટકારી હતી, જેનાથી ભારતીય બોલરો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, તે ઇનિંગ દરમિયાન જસ્ટિનને પગની ઘૂંટીમાં દુખાવો થયો, જેના કારણે તે આ અઠવાડિયાની શરૂઆતમાં ગુવાહાટીમાં બીજી વનડેમાંથી બહાર થઈ ગયો. તેના સ્થાને કેસી કાર્ટીને ટીમમાં સંલે કરવામાં આવ્યો હતો. જોકે તે કઈં ખાસ કમાલ કરી શક્યો નહીં અને 10 બોલમાં ફક્ત 9 રન જ બનાવી શક્યો.

જસ્ટિન ગ્રીવ્સ હજુ સુધી ફિટ નથી થયો

મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનમાં જાણવા મળ્યું કે ગ્રીવ્સની ઈજા હજુ સુધી સંપૂર્ણપણે સાજી થઈ નથી. પરિણામે, ટીમ મેનેજમેન્ટે તેને મુલ્લાનપુરમાં મેદાનમાં ન ઉતારવાનો નિર્ણય લીધો હતો. આ સ્થિતિમાં, કેસી કાર્ટીને ફરી એકવાર પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે, અને તેના માટે પોતાને સાબિત કરવાની આ એક શ્રેષ્ઠ તક હશે.

Breaking News: Asian Games 2026માં ગોલ્ડ મેડલ જીત્યા બાદ પ્રાચી ચૌધરીની ખાસ ઈચ્છા, હવે DSP બનવાની રાહ

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">