Breaking News: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, ‘TIME100 Next’ લિસ્ટમાં સામેલ થનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી
15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેને ટાઇમ મેગેઝિનની Time100 Next 2026ની Time100 Next 2026 સામેલ કરવામાં આવ્યો છે. તે આ યાદીમાં સૌથી નાની ઉંમરનો વ્યક્તિ છે.

ભારતીય ક્રિકેટના યુવા સુપરસ્ટાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આ વખતે, તેની સિદ્ધિ ક્રિકેટના મેદાનમાંથી નથી આવી.

વૈભવ સૂર્યવંશીને ટાઇમ મેગેઝિનની Time100 Next 2026 લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે.

Time100 Next 2026 લિસ્ટમાં વિશ્વભરના ભવિષ્યના ઉભરતા સ્ટાર્સને સામેલ કરવામાં આવે છે.

વૈભવ સૂર્યવંશી Time100 Next માં સામેલ થનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો વ્યક્તિ છે.

ટાઈમ મેગેઝિને વૈભવને 'ફીનોમ' શ્રેણીમાં સામેલ કર્યો છે. લિસ્ટમાં અન્ય છ સ્પોર્ટ્સ હસ્તીઓમાંનો સમાવેશ કરવામાં આવ્યો છે.

2024 IPL ઓક્શનમાં વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સ દ્વારા સાઇન કરવામાં આવ્યો હતો. માત્ર 13 વર્ષની ઉંમરે IPL ટીમમાં સામેલ થનાર તે ઇતિહાસનો સૌથી યુવા ખેલાડી બન્યો.

બીજા વર્ષે, વૈભવ સૂર્યવંશીએ પોતાનું ડેબ્યૂ કર્યું અને પુરુષોની T20 ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બનીને ઇતિહાસ રચ્યો.

વૈભવ સૂર્યવંશી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી પણ છે. તેણે આ સિદ્ધિ મેળવીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.

વૈભવ સૂર્યવંશી એશિયન ગેમ્સ 2026માં ભારતીય ટીમનો સૌથી નાની ઉંમરનો ખેલાડી પણ છે. (PC: PTI)
Breaking News Asian Games 2026: રોમાંચક મુકાબલામાં છેલ્લી મિનિટે ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ગોલ્ડ મેડલ મેચમાં કરી એન્ટ્રી
