AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોના-ચાંદીના ભાવ ઘટશે કે વધશે ? બે મોટા રિપોર્ટના પરસ્પર વિરોધી દાવાથી રોકાણકારો મુંઝાયા

શું સોનાના ભાવમાં ફરી મોટો બદલાવ આવવાનો છે? વૈશ્વિક રિપોર્ટ અનુસાર, ભવિષ્યમાં સોનાની કિંમતો પર થોડું દબાણ જોવા મળી શકે છે. એવામાં ગ્લોબલ એક્સપર્ટ્સનું માનવું છે કે, આગળ જતાં સોનું અને ચાંદી નવા રેકોર્ડ બનાવી શકે છે. હવે સવાલ એ છે કે, આખરે માર્કેટમાં આ વધ-ઘટ પાછળનું સાચું કારણ શું છે અને સેન્ટ્રલ બેંકોની આગામી ચાલ શું હશે?

| Updated on: Oct 02, 2026 | 3:13 PM
Share
સોનાની કિંમત પર ભવિષ્યમાં વધુ દબાણ આવી શકે છે. રોયટર્સ અનુસાર, આ વાત HSBC દ્વારા કહેવામાં આવી છે. બેંકે વર્ષ 2026 માટે સોનાની સરેરાશ કિંમતનો અંદાજ ઘટાડીને 4,490 ડોલર પ્રતિ ઓન્સ કરી દીધો છે.

1 / 7
બીજી તરફ, વર્ષ 2027 માટે સરેરાશ કિંમતનો અંદાજ ઘટાડીને 4,825 ડોલર પ્રતિ ઓન્સ કર્યો છે. આ સમયે વૈશ્વિક બજારમાં હાજર (સ્પોટ) સોનું 4,184.45 ડોલર પ્રતિ ઓન્સ પર છે. ખાસ વાત એ છે કે, આ અઠવાડિયે અત્યાર સુધીમાં ભાવ 2 ટકાથી વધુ નીચે આવ્યો છે.

2 / 7
અહેવાલમાં જણાવાયું છે કે, HSBCએ ભલે સોનાની કિંમત પર ભવિષ્યમાં વધુ દબાણ આવી શકવાની વાત કહી હોય પરંતુ તેની સાથે એક આશા પણ વ્યક્ત કરી છે.

3 / 7
વાત એ છે કે, કિંમતો ઘટવા પર ખાસ કરીને 4,000 ડોલરની આસપાસ કે તેથી નીચે જવા પર સેન્ટ્રલ બેંકો ફરીથી સોનું ખરીદવાનું શરૂ કરી દેશે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક દિવસ પહેલા હાજર સોનું 4,165.29 ડોલર પ્રતિ ઓન્સ પર હતું.

4 / 7
અમેરિકામાં મોંઘવારીના આંકડા નબળા રહ્યા છે. આનાથી યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા ઓક્ટોબરમાં બેન્ચમાર્ક વ્યાજ દરો વધારવાની શક્યતાઓ ઘટી અને વૈશ્વિક બજારમાં સોનામાં તેજી આવી.

5 / 7
હવે રોકાણકારોની નજર અમેરિકાના પેરોલ ડેટા પર છે. વૈશ્વિક બજારમાં હાલમાં ચાંદીની કિંમત 61.18 ડોલર પ્રતિ ઓન્સ છે. Metals Focusના મેનેજિંગ ડિરેક્ટર ફિલિપ ન્યુમેનનું માનવું છે કે, વૈશ્વિક બજારમાં વર્ષ 2026ના અંત સુધીમાં સોનાની કિંમત 5,000 ડોલર પ્રતિ ઓન્સ સુધી પહોંચી શકે છે.

6 / 7
જો આવું થશે તો ચાંદી 80 ડોલર પ્રતિ ઓન્સ સુધી જઈ શકે છે. ન્યુમેનના જણાવ્યા મુજબ, વર્ષ 2027માં ચાંદીમાં વધુ તેજીની શક્યતા છે. આ ઉપરાંત સપ્ટેમ્બરના મધ્યમાં Jefferiesના ગ્લોબલ હેડ ઓફ ઈક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ વુડે અંદાજ લગાવ્યો હતો કે, સોનાનો ભાવ વધીને 10,000 ડોલર પ્રતિ ઓન્સ સુધી પહોંચી શકે છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શું ‘સોનું’ સીધું ₹1 લાખની નીચે આવશે ? એક ચાર્ટે પોલ ખોલી દીધી, જાણો ‘3 મોટા કારણ’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">