75 years of India’s Independence: દાંડીયાત્રા દિવસ નિમિત્તે, સોળે શણગારે ખીલ્યું અમદાવાદ, જુઓ તસ્વીરો

75 years of India's Independence Celebration: PM MODI આઝાદીના 75માં વર્ષની ઉજવણી રૂપે ‘અમૃત મહોત્સવ’ની શરૂઆત શુક્રવારે 12 માર્ચના રોજ Dandi Marchને લીલી ઝંડી બતાવી કરશે. આ નિમિત્તે સજેલું અમદાવાદ સોહામણું લાગી રહ્યું છે. જુઓ તસ્વીરો.

  • tv9 webdesk37
  • Published On - 10:43 AM, 12 Mar 2021
1/6
આજે એટલે કે 12 માર્ચના રોજ PM મોદી અમદાવાદ આવી રહ્યા છે. તેઓ ગાંધીઆશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવી યાત્રામાં ભાગ પણ લેવાના છે.
2/6
વડાપ્રધાન સાથે મુખ્યપ્રધાન તથા ભાજપ પ્રદેશ પ્રમુખ પણ ચાલશે. 6 એપ્રિલ સુધી આ દાંડીયાત્રા ચાલશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દાંડી ખાતે સમાપન કરાવશે. યાત્રા દરમિયાન અન્ય રાજ્યના પ્રધાનો પણ આ કાર્યક્રમમાં જોડાશે.
3/6
આ તરફ ગાંધી આશ્રમમાં તેમજ રિવર ફ્રન્ટ અને અન્ય જગ્યાઓએ પણ તમામ તૈયારીઓને પૂર્ણ કરાઇ છે. અમદાવાદ આ તૈયારીઓમાં સોહામણું લાગી રહ્યું છે. ઠેર ઠેર લાઈટિંગ વ્યવસ્થાનો નજારો અદ્દભુત લાગી રહ્યો છે.
4/6
આ દાંડીયાત્રામાં 81 ગાંધી-અનુયાયીઓ જોડાશે. 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી એ જ માર્ગ પર દાંડીયાત્રા આગળ વધશે.
5/6
આ કાર્યક્રમ અંતર્ગત સાબરમતી આશ્રમ નજીક સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધિના ‘અક્ષર ઘાટ’ નજીક એક ખાસ કાર્યક્રમ યોજાશે.
6/6
PM મોદીના આગમનને લઈને દાંડી પુલ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પુલની બંને તરફ હોર્ડિંગ લગાવાયા છે. દાંડીપુલ પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાલીને શરૂ કરાવશે દાંડીયાત્રાનો પ્રારંભ.