AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેડામાં સ્ટડી પરમિટ અને PGWP અંગે નવા માર્ગદર્શિકા જાહેર, ભારતીય વિદ્યાર્થીઓ માટે શું બદલાયું? જાણો

IRCC એ કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટડી પરમિટ અને PGWP માર્ગદર્શિકા સુધારી છે. હવે અભ્યાસ પૂર્ણ થયાના 90 દિવસમાં સ્ટડી પરમિટ અમાન્ય થશે.

કેનેડામાં સ્ટડી પરમિટ અને PGWP અંગે નવા માર્ગદર્શિકા જાહેર, ભારતીય વિદ્યાર્થીઓ માટે શું બદલાયું? જાણો
| Updated on: Jul 26, 2026 | 7:19 PM
Share

કેનેડામાં અભ્યાસ કરી રહેલા અથવા ભવિષ્યમાં અભ્યાસ કરવાની યોજના ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. ઇમિગ્રેશન, રિફ્યુજીઝ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC) એ સ્ટડી પરમિટ અને પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) સંબંધિત માર્ગદર્શિકામાં સુધારા કર્યા છે. નવા માર્ગદર્શનમાં પ્રવેશ પ્રક્રિયા, અભ્યાસ પૂર્ણ થયા બાદની સમયમર્યાદા, કોલેજ ટ્રાન્સફર અને PGWP માટેની પાત્રતા અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે.

અભ્યાસ પૂર્ણ થયા બાદ 90 દિવસમાં સ્ટડી પરમિટ અમાન્ય

નવી માર્ગદર્શિકા મુજબ, જ્યારે કોઈ Designated Learning Institution (DLI) વિદ્યાર્થીને ડિગ્રી, ડિપ્લોમા, ટ્રાન્સક્રિપ્ટ અથવા પૂર્ણતા પ્રમાણપત્ર આપે છે, ત્યારે તે તારીખને અભ્યાસ પૂર્ણ થયાની સત્તાવાર તારીખ માનવામાં આવશે. આ તારીખથી 90 દિવસ બાદ સ્ટડી પરમિટ આપમેળે અમાન્ય ગણાશે, જો અન્ય કોઈ વિશેષ જોગવાઈ લાગુ ન પડતી હોય.

કોલેજ બદલતા પહેલાં નવી સ્ટડી પરમિટ ફરજિયાત

IRCCએ સ્પષ્ટ કર્યું છે કે જો વિદ્યાર્થીની સ્ટડી પરમિટમાં કોઈ ચોક્કસ DLIનું નામ દર્શાવેલું હોય અને તે બીજી કોલેજ અથવા સંસ્થામાં ટ્રાન્સફર થવા માંગે, તો તેને અગાઉથી નવી સ્ટડી પરમિટ મેળવવી ફરજિયાત રહેશે.

જો વિદ્યાર્થી નવી પરમિટ લીધા વિના અન્ય DLIમાં અભ્યાસ શરૂ કરે છે, તો તેને અધિકૃતતા વિના અભ્યાસ કરતો ગણવામાં આવશે. ઉપરાંત, જે સંસ્થાનું નામ હાલની પરમિટમાં છે ત્યાંથી નોંધણી સમાપ્ત થતાં જ તે સ્ટડી પરમિટ પણ અમાન્ય બની જશે.

એક જ કોલેજમાં કોર્સ બદલવા માટે નવી પરમિટ નહીં જોઈએ

જો વિદ્યાર્થી એક જ કોલેજમાં રહીને સમાન અભ્યાસ સ્તર પર માત્ર કોર્સ અથવા પ્રોગ્રામ બદલે છે, તો સામાન્ય રીતે નવી સ્ટડી પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. જોકે, પરમિટ પર લાગુ અન્ય શરતોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

બીજી તરફ, માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરીને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓએ નવી સંસ્થાના નામ સાથે નવી સ્ટડી પરમિટ મેળવ્યા બાદ જ અભ્યાસ શરૂ કરવો પડશે.

PGWP માટે પણ મહત્વની સ્પષ્ટતા

24 જૂનના રોજ IRCCએ Post-Graduation Work Permit (PGWP) સંબંધિત માર્ગદર્શિકા પણ અપડેટ કરી હતી. નવા સ્પષ્ટીકરણ મુજબ, Non-Credit Program પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ સામાન્ય રીતે PGWP માટે પાત્ર રહેશે નહીં. જોકે, ફ્લાઇટ સ્કૂલ સંબંધિત કાર્યક્રમોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કેટલાક વિદ્યાર્થીઓએ ઉઠાવ્યા વાંધા

આ સ્પષ્ટતા બાદ કેલગરી સ્થિત Canadian Institute of Osteopathic Therapy (CIOT) ના કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે તેમણે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) હેઠળના જૂના નિયમો લાગુ હતા ત્યારે પ્રવેશ લીધો હતો અને તેથી તેઓ PGWP માટે પાત્ર હોવા જોઈએ.

અહેવાલો અનુસાર, અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ તેમના PGWP અરજીઓના અસ્વીકાર સામે અપીલ કરી રહ્યા છે. જોકે, IRCCનું કહેવું છે કે જૂનમાં જાહેર કરાયેલ અપડેટ કોઈ નવો નિયમ નથી, પરંતુ અગાઉથી અમલમાં રહેલા નિયમોને વધુ સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ માટે મહત્વની સલાહ

કેનેડામાં અભ્યાસ કરવાની યોજના ધરાવતા અથવા હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ સ્ટડી પરમિટ અને PGWP સંબંધિત તમામ નવી માર્ગદર્શિકાઓને સારી રીતે સમજી લેવી જોઈએ. ખાસ કરીને કોલેજ બદલવી, અભ્યાસ પૂર્ણ થયા બાદની સમયમર્યાદા અને PGWP માટેની પાત્રતા અંગે બેદરકારી રાખવાથી ભવિષ્યમાં વિઝા અથવા વર્ક પરમિટ સંબંધિત મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલાં IRCCની સત્તાવાર માર્ગદર્શિકા અથવા ઇમિગ્રેશન નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય રહેશે.

US જતા ભારતીયોને મોટી રાહત! H-1B વિઝા પર કોર્ટે ટ્રમ્પને આપ્યો ઝટકો

Follow Us
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
g clip-path="url(#clip0_868_265)">