Tamilnadu Exit poll results 2024: તમિલનાડુમાં ભાજપને કેટલી બેઠકો મળી શકે? જાણો TV9 પર સૌથી સચોટ એક્ઝિટ પોલ
Tamilnadu Lok Sabha Exit Poll: લોકસભા ચૂંટણી 2024: TV9 લઈને આવ્યુ છે સૌથી સચોટ એક્ઝિટ પોલ Polstrat અને People's insight ના સર્વેમાં જાણો, તમિલનાડુમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી શકે છે? દક્ષિણમાં તમિલનાડુ એ દેશનું એવુ રાજ્ય છે, જ્યાં લોકસભાની સૌથી વધુ 39 બેઠકો છે.

લોકસભા ચૂંટણી 2024માં તમિલનાડુના પરિણામો પર સૌની નજર છે. ભાજપને અહીં કેટલી બેઠકો મળશે તેનો અંદાજ દરેક રાજકીય નિષ્ણાંતો લગાવી રહ્યા છે. POLSTRAT અને PEOPLE’S INSIGHT ના સર્વે અનુસાર ઈન્ડી ગઠબંધન તમિલનાડુમાં સૌથી વધુ બેઠકો જીતે તેવુ અનુમાન છે. ઈન્ડી ગઠબંધનને 39માંથી 35 બેઠકો મળી શકે છે, જ્યારે એનડીએને 4 બેઠકો મળી શકે છે એક્ઝિટ પોલ અનુસાર, રાજ્યમાં એનડીએને 22.43%, ઈન્ડી ગઠબંધનને 42.03%, AIADMK+ને 12.22% અને અન્યને 23.32% વોટશેર મળી શકે છે.
ખાસ વાત એ છે કે તમિલનાડુમાં 2019ની ચૂંટણીમાં બીજેપીને એક પણ સીટ મળી ન હતી, પરંતુ 2014ની ચૂંટણીમાં પાર્ટીએ બે સીટ જીતી હતી. તે સંદર્ભમાં ભાજપ અહીં 2014ના આંકડાઓનું પુનરાવર્તન કરે તેવું લાગી રહ્યું છે. એક્ઝિટ પોલમાં, તમિલનાડુમાં જ્યાં ભાજપના જીતવાનુ અનુમાન છે તેમા કોઈમ્બતોર અને તિરુનેલવેલી છે.
તમિલનાડુમાં ત્રિકોણીય જંગ
છેલ્લા કેટલાક મહિનાઓથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓનું ફોકસ તમિલનાડુ પર છે. તમિલનાડુ એ દક્ષિણમાં સૌથી વધુ 39 લોકસભા બેઠકો ધરાવતું રાજ્ય છે, જેમાં તમિલનાડુની તમામ 39 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. ત્યારે વખતે અહીનો ચૂંટણી જંગ ઘણો રસપ્રદ રહ્યો છે.
રાજ્યમાં કોંગ્રેસનું ડીએમકે સાથે ગઠબંધન છે. ભાજપના લોકપ્રિય નેતા અન્નામલાઈએ અહીં સારો આધાર મેળવ્યો છે. અન્નામલાઈ કોઈમ્બતુરથી ચૂંટણી લડી રહ્યા છે. અન્નામલાઈ વડાપ્રધાન મોદીના ફેન છે અને વડાપ્રધાન મોદી પણ અન્નામલાઈને ખૂબ પસંદ કરે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ સાથે મળીને રાજ્યમાં કોઈ જાદુ કરી શકે છે.
ગત લોકસભામાં શું સ્થિતિ હતી?
ગત લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 2019માં ભાજપે તમિલનાડુમાં AIADMK સાથે ગઠબંધન કર્યું હતું. સમજૂતી હેઠળ ભાજપે અહીં પાંચ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા પરંતુ અહીં એક પણ બેઠક પર ભાજપને સફળતા મળી નથી. જો કે તમિલનાડુમાં એવી ઘણી બેઠકો છે જ્યાં ગત લોકસભા ચૂંટણીમાં ભાજપનો વોટ શેર વધ્યો છે.
રાજ્યની તમામ 39 બેઠકોમાંથી, DMK ગઠબંધન 38 બેઠકો જીતી હતી, રસપ્રદ વાત એ છે કે, 2024ની લોકસભા ચૂંટણી ત્રિ-ધ્રુવીય બની છે. ડીએમકે અને કોંગ્રેસ પાર્ટી ઈન્ડિયા ગઠબંધનનો ભાગ છે, ભાજપે NDAમાં અનેક પ્રાદેશિક પક્ષો સાથે હાથ મિલાવ્યા છે જ્યારે AIADMK અલગથી ચૂંટણી લડી રહી છે.