એક્ઝિટ પોલ
એક્ઝિટ પોલ એ જણાવે છે કે, રાજ્ય કે દેશમાં કોની સરકાર બનશે. જો સરળ ભાષામાં સમજીએ તો Exit નો અર્થ મતદાર સાથે સંબંધિત છે. જેણે મતદાન મથક પરથી પોતાનો મત આપ્યો છે. તેમના અભિપ્રાયના આધારે એક્ઝિટ પોલ તૈયાર કરવામાં આવે છે.
જેને તૈયાર કરવા માટે, સર્વે એજન્સી પાસે એક આખી ટીમ હોય છે. જે મતદાન કરનારા મતદારો પાસેથી પ્રશ્નો અને જવાબો પૂછીને તેને તૈયાર કરે છે. આ સવાલો અને જવાબોના આધારે એક્ઝિટ પોલ તૈયાર કરવામાં આવે છે. જ્યાં સુધી મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલની વિગતો જાહેર કરવામાં આવતી નથી. મતદાન પૂર્ણ થયાની 30 મિનિટ પછી ‘સર્વે એજન્સીઓ’ તેને જાહેર કરે છે.
દેશમાં એવી ઘણી સંસ્થાઓ છે જે એક્ઝિટ પોલ તૈયાર કરે છે. એક્ઝિટ પોલ દ્વારા જણાવવામાં આવે છે કે, રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનાવવાની સૌથી વધુ તકો છે. ક્યારેક તેઓ સચોટ સાબિત થાય છે અને ક્યારેક તેઓ પરિણામોની વિરુદ્ધ સાબિત થાય છે.