7 માર્ચ 2025

વિરાટ-રોહિતના પગારમાં થશે મોટો ઘટાડો

ચેમ્પિયન્સ ટ્રોફી બાદ BCCI નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરશે, જેમાં કેટલાક ખેલાડીઓને બઢતી આપવામાં આવશે જ્યારે કેટલાકને  ડિમોટ કરવામાં આવશે

Pic Credit - PTI/Instagram/Getty

BCCIના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કોહલીનો પગાર ઘટવાની શક્યતા છે,  વિરાટનો કોન્ટ્રાક્ટ  ગ્રેડ A+ થી A થઈ શકે છે

Pic Credit - PTI/Instagram/Getty

રોહિત શર્માનો કોન્ટ્રાક્ટ પણ ગ્રેડ A+ થી A થશે,  જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફી જીતે તો પણ BCCI  રોહિતનો પગાર ઘટાડી શકે છે

Pic Credit - PTI/Instagram/Getty

 વિરાટ અને રોહિત T20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને BCCIના નિયમો અનુસાર  ત્રણેય ફોર્મેટ રમનારા ખેલાડીઓ જ A+ ગ્રેડમાં  રહી શકે છે

Pic Credit - PTI/Instagram/Getty

વિરાટ-રોહિતનો પગાર હાલ  વાર્ષિક 7 કરોડ રૂપિયા છે.  જો બંનેનો ગ્રેડ ઘટશે, તો તેમને દર વર્ષે 5 કરોડ રૂપિયા મળશે, જેનો અર્થ એ કે તેમના પગારમાં 2 કરોડ રૂપિયાનો ઘટાડો થશે

Pic Credit - PTI/Instagram/Getty

શ્રેયસ અય્યર વિશે મોટા સમાચાર એ છે કે તેને ફરી BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવી શકે છે

Pic Credit - PTI/Instagram/Getty

ગયા વર્ષે શ્રેયસ અય્યરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty

શ્રેયસ અય્યરને B ગ્રેડનો કોન્ટ્રાક્ટ મળી શકે છે  અને તેનો વાર્ષિક પગાર  3 કરોડ રૂપિયા થઈ શકે છે

Pic Credit - PTI/Instagram/Getty