દેશમાં વધુ 25000 જનઔષધિ કેન્દ્ર ખોલાશે, ગરીબ અને મધ્યમવર્ગને સસ્તી દવાથી 30,000 કરોડની બચત થઈઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપુરનો દાખલો આપતા કહ્યું કે, એક સમયે સિંગાપુર માછીમારોનું ગામ હતું. પરંતુ ત્યાના લોકોના સંકલ્પને કારણે આજનું સિંગાપર આપણે સૌ જોઈએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને કહ્યું કે, તમે પણ સિલવાસાને સિગાપુર જેવુ બનાવવા માટે, સિગાપુરના લોકો જેવો સંકલ્પ કરો તો હુ તમારી સાથે ઊભો રહીશ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, સિલવાસામાં રૂપિયા 2500 કરોડથી પણ વધુના અનેક લોકોપયોગી કાર્યોના ખાતમૂહર્ત અને લોકાર્પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ સાથે જૂના સંસ્મરણોને તાજા કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપુરનો દાખલો આપતા કહ્યું કે, એક સમયે સિંગાપુર માછીમારોનું ગામ હતું. પરંતુ ત્યાના લોકોના સંકલ્પને કારણે આજનું સિંગાપર આપણે સૌ જોઈએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને કહ્યું કે, તમે પણ સિલવાસાને સિગાપુર જેવુ બનાવવા માટે, સિગાપુરના લોકો જેવો સંકલ્પ કરો તો હુ તમારી સાથે ઊભો રહીશ, પરંતુ સંકલ્પને સાચો કરવા તમારે પ્રયાસ કરવો પડશે. તમે પણ સિલવાસાને સિંગાપુર જેવુ બનાવી શકો છો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 450 બેડની વધુ એક હોસ્પિટલનું લોકાર્પણ કરતા કહ્યું કે, આ વિસ્તારના આદિવાસી સમુદાયને આધુનિક સારવારનો લાભ મળશે. તેમણે કહ્યું કે, આવનારા વર્ષમાં દેશમાં વધુ 25000 જનઔષધિ કેન્દ્રો ખોલવામાં આવશે. જન ઔષધિ કેન્દ્રમાંથી 6500 કરોડની દવાઓ જરૂરીયાતવાળા દર્દીઓને સસ્તી આપવામાં આવી છે. જન ઔષધિ કેન્દ્ર માટે અમારી સરકારનુ સૂત્ર છે, સસ્તા ઈલાજની ગેંરટી. કિંમત કમ, દવામાં દમ. જનઔષધિ કેન્દ્રમાથી અપાતી દવાઓને કારણે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોના 30,000 કરોડની બચત થવા પામી છે.
અમારી સરકાર સારી હોસ્પિટલ બાંધી રહી છે જેમાં આધુનિક સારવાર આપવામા આવી રહી છે. આયુષ્યમાન કાર્ડ હેઠળ લોકોને મફત સારવાર આપવામાં આવી રહી છે અને જનઔષધિ કેન્દ્રમાં સસ્તી દવા આપવામાં આવી રહી છે.