Jammu Kashmir: જમ્મુમાં મલ્ટી-કોપ્ટર ડ્રોનનું સફળ પરીક્ષણ, દુર્ગમ વિસ્તારોમાં રસી અને દવાઓ પહોંચાડવામાં કરશે મદદ

આ મલ્ટી-કોપ્ટર ડ્રોનની પેલોડ ક્ષમતા લગભગ 20 કિલોગ્રામ છે અને તે 500 મીટરની ઉંચાઈએ માત્ર 20 મિનિટમાં 20 કિમીનું અંતર કાપશે. આ અવસર પર કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું કે આજનો દિવસ ભારત માટે એક મોટી સફળતા છે અને તે જીવનરક્ષક તરીકે કામ કરશે.

Jammu Kashmir: જમ્મુમાં મલ્ટી-કોપ્ટર ડ્રોનનું સફળ પરીક્ષણ, દુર્ગમ વિસ્તારોમાં રસી અને દવાઓ પહોંચાડવામાં કરશે મદદ
Multi Copter Drone
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 5:23 PM

જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) સરહદ પર દેખરેખ સિવાય, હવે ડ્રોનનો ઉપયોગ અન્ય ઘણા હેતુઓ માટે કરવામાં આવશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ડ્રોન દ્વારા કોરોનાની રસી, દવાની ડિલિવરી અને અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ પણ પર્વતીય વિસ્તારો તેમજ અન્ય સ્થળોએ મોકલી શકાશે. એટલું જ નહીં, ડ્રોનનો ઉપયોગ ખેડૂતો માટે પણ કરવામાં આવશે. મલ્ટી-કોપ્ટર યુએવી ડ્રોનનું શનિવારે જમ્મુમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ટિગ્રેટેડ મેડિસિનથી (IIIM) મઢ બ્લોક સુધી ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ વડાપ્રધાન કાર્યાલયના (PMO) રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ સમક્ષ કરવામાં આવ્યું હતું.

જમ્મુમાં ટ્રાયલ પછી, તે આગામી દિવસોમાં ડ્રોન દ્વારા દૂરના વિસ્તારોમાં કોરોનાની રસી (Corona Vaccine) અને અન્ય દવાઓ પહોંચાડવામાં પણ મદદ કરશે અને આ વસ્તુઓ પણ ઓછા સમયમાં પહોંચાડી શકાશે. આ મલ્ટી-કોપ્ટર UAV ને CSIR અને NAL દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં પ્રથમ વખત જરૂરી દવાઓ અને રસી ડ્રોન દ્વારા પહોંચાડવામાં આવશે.

મલ્ટી કોપ્ટર ડ્રોન 20 કિલો વજન ઉપાડવામાં સક્ષમ આ મલ્ટી-કોપ્ટર ડ્રોનની પેલોડ ક્ષમતા લગભગ 20 કિલોગ્રામ છે અને તે 500 મીટરની ઉંચાઈએ માત્ર 20 મિનિટમાં 20 કિમીનું અંતર કાપશે. આ અવસર પર કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે કહ્યું કે આજનો દિવસ ભારત માટે એક મોટી સફળતા છે અને તે જીવનરક્ષક તરીકે કામ કરશે અને તેને કોરોના વોરિયર્સ તરીકે ગણવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ડો. જીતેન્દ્ર સિંહે એમ પણ કહ્યું કે જ્યાં એક તરફ પાકિસ્તાન (Pakistan) ડ્રોન દ્વારા હથિયારો પહોંચાડવાનું કામ કરે છે, તો બીજી તરફ અમારું ડ્રોન શાંતિ અને જીવન માટે કામ કરશે અને આ અમારા માટે મોટી સફળતા છે.

મણિપુરમાં ડ્રોન દ્વારા રસી પહોંચાડવામાં આવી ગયા મહિનાની શરૂઆતમાં, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ 4 ઓક્ટોબરના રોજ i-Drone, ICMRનું ડ્રોન-આધારિત COVID-19 રસી વિતરણ મોડલ લોન્ચ કર્યું હતું, જે ઉત્તર પૂર્વના દુર્ગમ વિસ્તારોમાં પહોંચવામાં મદદ કરશે. તે દક્ષિણ પૂર્વ એશિયામાં પ્રથમ ડ્રોન-આધારિત રસીકરણ મોડેલ છે અને તે ICMRના ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટનો એક ભાગ છે.

દક્ષિણ એશિયામાં આ પ્રથમ વખત બન્યું છે કે ‘મેક ઇન ઇન્ડિયા’ ડ્રોનનો ઉપયોગ મણિપુરની બિષ્ણુપુર જિલ્લા હોસ્પિટલથી લોકટક સરોવરના કરંગ ટાપુ સુધી 12 થી 15 મિનિટમાં 15 કિમીના હવાઈ અંતર પર કોવિડ-19 રસી પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો. જ્યારે ક્ષેત્રીય સ્તરે આ અંતર લગભગ 25 કિમી જેટલું હતું.

આ પણ વાંચો : Maharashtra : “મારા પરિવાર પર નજર રાખવામાં આવી રહી છે”, અમિત શાહને કરીશ ફરિયાદ, નવાબ મલિકનો ગંભીર આરોપ

આ પણ વાંચો : Farmers Protest : સંયુક્ત કિસાન મોરચાની બેઠક પૂર્ણ, 29 મીએ સિંઘુ બોર્ડર પર ટ્રેક્ટર રેલી નહીં યોજાઈ

g clip-path="url(#clip0_868_265)">