પાકિસ્તાન અને ચીનના સૈનિકો સાથેના યુદ્ધમાં હવે ભારતીય ડોગ કરશે હુમલો, જાસૂસી સાથે બંદૂક પણ ચલાવશે
પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધની સ્થિતિ સર્જાય તો આ ડોગ જાસૂસી સાથે બંદૂક પણ ચલાવશે. સેનાએ દુશ્મનને શોધીને ખતમ કરવા માટે આ ડોગ સાથે પ્રેક્ટિસ કરી છે. આ ઉપરાંત ઊંચાઈવાળા વિસ્તારોમાં સહાયતા અને પરિવહનને સુધારવા માટે લોજિસ્ટિક્સ ડ્રોનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
હવે દેશની સરહદો પર સૈનિકોની સાથે રોબોટિક મલ્ટી-યુટિલિટી લેગ્ડ ઇક્વિપમેન્ટ (MULE) એટલે કે રોબોટિક ડોગ્સ પણ તૈનાત કરવામાં આવશે. આ રોબોટિક ડોગ્સ કોઈપણ ઊંચા પહાડથી લઈને પાણીની ઊંડાઈ સુધી કામ કરવામાં સક્ષમ છે. તેને 10 કિલોમીટર દૂર બેસીને પણ ઓપરેટ કરી શકાય છે. એક કલાક ચાર્જ કર્યા પછી, તે સતત 10 કલાક કામ કરી શકે છે. તાજેતરમાં જેસલમેરના પોખરણ ફાયરિંગ રેન્જમાં ભારતીય સેનાના સાથે પ્રેક્ટિસ કરી હતી.
પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધની સ્થિતિ સર્જાય તો આ ડોગ જાસૂસી સાથે બંદૂક પણ ચલાવશે. સેનાએ દુશ્મનને શોધીને ખતમ કરવા માટે આ ડોગ સાથે પ્રેક્ટિસ કરી છે. આ ઉપરાંત ઊંચાઈવાળા વિસ્તારોમાં સહાયતા અને પરિવહનને સુધારવા માટે લોજિસ્ટિક્સ ડ્રોનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, ભારતીય સેનાએ સરહદી વિસ્તારોમાં (ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં) ઉપયોગ માટે 100 રોબોટિક ડોગને સેનામાં સામેલ કરાશે
રોબોટિક ડોગ હથિયારો લઈ જવામાં સક્ષમ
ભારતીય સેનાના બેટલ એક્સ ડિવિઝનના એક યુનિટના પચાસથી વધુ સૈનિકોએ આ પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો. આમાં દસ જેટલા રોબોટિક ડોગ્સ સામેલ હતા. આ દરમિયાન દુશ્મનને શોધવા, હથિયાર લઈ જવા, કેમેરા દ્વારા દુશ્મનનું લોકેશન જાણવા સહિતની મુશ્કેલ પરિસ્થિતિઓમાં સૈનિકોને મદદ કરવા માટે રોબોટિક ડોગની ટ્રાયલ કરવામાં આવી હતી.
થર્મલ કેમેરા અને રડારથી સજ્જ
રોબોટિક ડોગ્સ થર્મલ કેમેરા અને રડારથી સજ્જ છે. તેની સૌથી મોટી ખાસિયત તેની ડિઝાઇન છે. તે તેને બરફ, રણ, ઉબડ-ખાબડ જમીન, ઉંચી સીડીઓ અને પર્વતીય વિસ્તારોમાં દરેક અવરોધને પાર કરવામાં સક્ષમ બનાવે છે. રોબોટિક ડોગ સૈનિકોને કોઈપણ નુકસાનથી બચાવવા સાથે દુશ્મનના નિશાન પર ગોળીબાર કરવામાં પણ સક્ષમ છે.
Wi-Fi અથવા લોંગ ટર્મ ઇવોલ્યુશન એટલે કે LTE પર પણ વાપરી શકાય છે. ટૂંકા અંતર માટે, Wi-Fi નો ઉપયોગ કરી શકાય છે, જ્યારે 4G/LTE નો ઉપયોગ 10 કિમી સુધીના અંતર માટે કરી શકાય છે. તેમાં એક કેમેરા લગાવવામાં આવ્યો છે જે 360 ડિગ્રી ફેરવી શકાય છે.