ફેમિલી કોર્ટ, હાઈકોર્ટે છુટાછેડા આપવા ઈન્કાર કર્યા બાદ ઓમર અબ્દુલાએ સુપ્રીમના ખખડાવ્યા દ્વાર, કહ્યું 2009થી અલગ છીએ

ઓમર અબ્દુલ્લાની અરજી પર સુપ્રીમ કોર્ટે પાયલ અબ્દુલ્લાને નોટિસ પાઠવી છે. ઓમર અબ્દુલ્લા તેની પત્નીથી છૂટાછેડા લેવા માટે કોર્ટના શરણે છે, પરંતુ તેને ફેમિલી કોર્ટ અને હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે, ત્યારબાદ તેણે હવે આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

ફેમિલી કોર્ટ, હાઈકોર્ટે છુટાછેડા આપવા ઈન્કાર કર્યા બાદ ઓમર અબ્દુલાએ સુપ્રીમના ખખડાવ્યા દ્વાર, કહ્યું 2009થી અલગ છીએ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2024 | 1:50 PM

દિલ્હી હાઈકોર્ટે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની તે અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેણે તેની વિમુખ પત્ની પાયલ અબ્દુલ્લાથી છૂટાછેડાની માંગ કરી હતી. ઓમર અબ્દુલ્લાએ હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી કરી હતી અને પાયલ અબ્દુલ્લાને નોટિસ પાઠવી તેનો જવાબ માંગ્યો હતો.

ઓમર અબ્દુલ્લાએ ફેમિલી કોર્ટના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે ફેમિલી કોર્ટના આદેશમાં કોઈ ખામી નથી. ઓમર અબ્દુલ્લા તેની પત્ની પર ક્રૂરતાના આરોપો સાબિત કરી શક્યા નથી. જસ્ટિસ સંજીવ સચદેવા અને જસ્ટિસ વિકાસ મહાજનની બેન્ચે કહ્યું હતું કે, “ફેમિલી કોર્ટના આદેશમાં કોઈ ખામી નથી. ક્રૂરતાના આક્ષેપો અસ્પષ્ટ હતા. અમને અપીલમાં કોઈ યોગ્યતા જણાતી નથી અને અપીલ ફગાવી દેવામાં આવે છે.

હાઈકોર્ટે આ આદેશ ઓમર અબ્દુલ્લાને આપ્યો

અગાઉ, દિલ્હી હાઈકોર્ટે નેશનલ કોન્ફરન્સના નેતાને વચગાળાના ભરણપોષણ તરીકે પાયલને દર મહિને 1.5 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત, ઓમર અબ્દુલ્લાને તેમના બે પુત્રોના શિક્ષણ માટે દર મહિને 60,000 રૂપિયા ચૂકવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે આ આદેશ પાયલ અને દંપતીના પુત્રોની અરજી પર આપ્યો હતો. આ અરજી 2018 ની ટ્રાયલ કોર્ટના આદેશ સામે દાખલ કરવામાં આવી હતી, જેમાં છોકરાઓ પુખ્ત થાય ત્યાં સુધી તેમને અનુક્રમે રૂ. 75,000 અને રૂ. 25,000 વચગાળાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

ઓમર અબ્દુલ્લા 2009થી પત્નીથી રહે છે અલગ

ઓમર અબ્દુલ્લાએ, હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તેઓ બાળકોની જાળવણીની તેમની ફરજ નિભાવી રહ્યા છે અને તેમની પત્ની સતત તેમની વાસ્તવિક નાણાકીય સ્થિતિને ખોટી રીતે રજૂ કરી રહી છે. ફેમિલી કોર્ટે ઓમર અબ્દુલ્લાને છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો હતો. ફેમિલી કોર્ટે ઓગસ્ટ 2016માં છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. ઓમરે સપ્ટેમ્બર 2016માં દિલ્હી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ઉમર અને પાયલ અબ્દુલ્લાના લગ્ન વર્ષ 1994માં થયા હતા. ઓમર અબ્દુલ્લાના જણાવ્યા અનુસાર તેઓ 2009થી અલગ રહે છે.

g clip-path="url(#clip0_868_265)">