Breaking News : શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની વધી મુશ્કેલીઓ, EDએ 97 કરોડની સંપત્તિ કરી જપ્ત
EDએ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધારી દીધી છે. EDએ મની લોન્ડરિંગ કેસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ કાર્યવાહી કરીને મોટું પગલું ભર્યું છે. EDએ શિલ્પા અને રાજની 97 કરોડ 79 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં રાજ કુન્દ્રા વિરુદ્ધ કાર્યવાહી કરીને મોટું પગલું ભર્યું છે. EDએ શિલ્પા અને રાજની 97 કરોડ 79 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં શિલ્પા શેટ્ટીનો જુહુ ફ્લેટ સહિત EDએ પુણેનો બંગલો અને ઈક્વિટી શેર પણ જપ્ત કર્યા છે.
FIRના આધારે PMLA હેઠળ તપાસ શરૂ
EDએ મહારાષ્ટ્રમાં નોંધાયેલી અલગ-અલગ FIRના આધારે PMLA હેઠળ તપાસ શરૂ કરી હતી. રાજ કુન્દ્રા પર આરોપ હતો કે મેસર્સ વેરિએબલ ટેક પ્રાઈવેટ લિમિટેડ, સ્વ.અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્પી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ અને અન્ય MLM એજન્ટોએ વર્ષ 2017માં આશરે રુપિયા 6600 કરોડના બિટકોઈન મેળવ્યા હતા. આ તમામ બિટકોઈન ખોટા વચનોના આધારે રોકાણકારો પાસેથી લેવામાં આવ્યા હતા.
અંગત હિત માટે બિટકોઈન માઈનિંગનો ઉપયોગ કર્યો તેવો આરોપ
રોકાણકારોને ખાતરી આપવામાં આવી હતી કે તેમને 10 ટકા વળતર આપવામાં આવશે. રાજ કુન્દ્રા પર એવો પણ આરોપ છે કે તેણે અંગત હિત માટે બિટકોઈન માઈનિંગનો ઉપયોગ કર્યો હતો, તે એક પ્રકારની પોન્ઝી સ્કીમ હતી. રાજ કુન્દ્રા આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે. તેણે 285 બિટકોઈન મેળવ્યા હતા. અમિત ભારદ્વાજે રોકાણકારોને છેતરીને આ બિટકોઈન મેળવ્યા હતા અને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગમાં રોકાણ કર્યું હતું.
ईडी, मुंबई ने अनंतिम रूप से रुपये 97.79 करोड़ की अचल और चल संपत्तियों को पीएमएलए, 2002 के प्रावधानों के तहत रिपु सूदन कुंद्रा उर्फ राज कुंद्रा से संबंधित कुर्क किया है। । संलग्न संपत्तियों में जुहू में स्थित आवासीय फ्लैट शामिल है जो वर्तमान में श्रीमती शिल्पा शेट्टी के नाम पर…
— ED (@dir_ed) April 18, 2024
(Credit Source : @dir_ed)
કેસના મુખ્ય આરોપી હજુ ફરાર
આજની તારીખે રાજ કુન્દ્રા પાસે રહેલા 285 બિટકોઈન્સની કિંમત 150 કરોડ રૂપિયાથી વધુ છે. આ કેસમાં ઇડીએ દરોડા પાડીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. સિમ્પી ભારદ્વાજની 17 ડિસેમ્બર 2023ના રોજ, નીતિન ગૌરની 29 ડિસેમ્બર 2023ના રોજ અને અખિલ મહાજનની 16 જાન્યુઆરી 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
હાલ તમામ જેલમાં છે. આ કેસના મુખ્ય આરોપી અજય ભારદ્વાજ અને મહેન્દ્ર ભારદ્વાજ હજુ ફરાર છે. ED તેમને શોધવામાં વ્યસ્ત છે. અગાઉ આ કેસમાં EDએ 69 કરોડ રૂપિયાની સ્થાવર-જંગમ મિલકત પણ જપ્ત કરી હતી.