આકાશમાં વીજળી કેમ ઝબૂકે છે ? તેમાં કેટલા વોલ્ટનો કરંટ હોય છે ?
નૈઋત્યના ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. ચોમાસા પૂર્વે વરસેલા વરસાદ દરમિયાન ગુજરાતમાં વીજળી પડવાથી રવિવારે સાત લોકોના મોત થયા હતા. હાલમાં પણ વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસે છે. ત્યારે જાણો વીજળી કેવી રીતે બને છે ? તેમાં કેટલા વોલ્ટનો કરંટ હોય છે ? તે પડવાથી માનવી કેવી રીતે મૃત્યુ પામે છે ?

રવિવારે, ગુજરાતમાં વીજળી પડવાથી કુલ 7 લોકોના મોત થયા હતા. માત્ર ગુજરાત જ નહીં દેશના વિભિન્ન પ્રાંતમાં પણ વીજળી પડવાથી અનેકના મોત થયા છે. આવા સંજોગોમાં એ સવાલ થાય કે, વીજળી કેવી રીતે આકાશમાંથી નીચે પડે છે, નીચે પડતી વીજળીમાં કેટલા વોલ્ટનો કરંટ હોય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

ભેજવાળા પવન ફૂકાવાથી શરૂ થાય છે. જ્યારે ભેજવાળી અને ગરમ હવા જમીન પરથી ઉપર આવવા લાગે છે અને આકાશમાં પહોંચવા લાગે છે, ત્યારે વાદળોમાં પાણીના કણો એકઠા થવા લાગે છે. પવન ફૂંકાતા તેમાં ઈલેક્ટ્રીક ચાર્જ ઉત્પન્ન થાય છે. કેટલાક વાદળો પર સકારાત્મક ચાર્જ ( ઘન ભાર ) અને કેટલાક વાદળો પર નકારાત્મક ચાર્જ ( ઋણ ભાર ) ઉત્પન્ન થાય છે. જ્યારે ધન ભાર વાળા વાદળો નકારાત્મક ચાર્જવાળા વાદળો સાથે અથડાય છે, ત્યારે હજારો વોલ્ટનો ઝબકારો થાય છે. આને વીજળી કહેવામાં આવે છે.

નેશનલ વેધર સર્વિસના અહેવાલ મુજબ, વીજળીમાં સામાન્ય રીતે 30 કરોડ વોલ્ટ અને 30 હજાર એમ્પીયરનો કરંટ હોય છે. તે કેટલો ખતરનાક હોય છે તે એ વાત પરથી સમજી શકાય છે કે ઘરગથ્થુ વીજળીમાં 120 વોલ્ટ અને 15 એમ્પીયરનો કરંટ વહેતો હોય છે.

જ્યારે શરીર પર આકાશીય વીજળી પડે છે, ત્યારે કરોડો વોલ્ટનો કરંટ માનવ શરીરમાંથી પસાર થાય છે. તે ત્વચા, પેશીઓ, ચેતા અને સ્નાયુઓને અત્યંત ખરાબ રીતે બાળી નાખે છે. તેની સીધી અસર મગજ અને હૃદય પર પડે છે. પરિણામે, વ્યક્તિના ધબકારા બંધ થઈ જાય છે અને શ્વાસ બંધ થઈ જાય છે.

જો જે વાદળોમાંથી વીજળી પડે છે, તેનો ચાર્જ નકારાત્મક ( ઋણ ભાર ) હોય, તો તે પૃથ્વીની સપાટી પર હાજર ધન ચાર્જ તરફ આકર્ષાય છે અને આ રીતે વીજળી જમીન પર પડે છે. આનાથી બચવા માટે, વરસાદ દરમિયાન અથવા હવામાન બદલાય ત્યારે ખુલ્લા મેદાનમાં, વીજળીના થાંભલા કે ઝાડ નીચે ઊભા ના રહેવું જોઈએ. આ ઉપરાંત ધાતુની વસ્તુઓને ના અડવું જોઈએ. મજબૂત કોંક્રિટથી બનેલ મકાનમાં આશરો લેવો જોઈએ.
જનરલ નોલેજમાં વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. અહીંયા દરરોજ જનરલ નોલેજને લગતા અવનવા વિષયને આવરી લેતા સમાચાર તમને જાણવા મળશે.