સીરિયા બન્યું યુદ્ધનું નવું મેદાન, રશિયા અને અમેરિકા વચ્ચે ફરી વધ્યો પ્રોક્સી વોરનો ભય !
સીરિયામાં તુર્કીની મદદથી બળવાખોર જૂથોએ અલેપ્પો શહેરના મોટાભાગના ભાગો પર કબજો કરી લીધો છે, જે ગયા સપ્તાહ સુધી સીરિયન આર્મીના નિયંત્રણમાં હતા. સીરિયાની તાજેતરની સ્થિતિ ચિંતાજનક છે, ત્યારે આ ગૃહ યુદ્ધમાં અનેક દેશોએ ઝંપલાવ્યું છે. જેને જોતાં રશિયા અને અમેરિકા વચ્ચે ફરી પ્રોક્સી વોરનો ભય વધી ગયો છે.

સીરિયામાં ફરી એકવાર યુદ્ધની આગ ભભૂકી રહી છે, હયાત તહરિર અલ-શામ (HTS) જૂથે ફરી એકવાર બશર અલ-અસદ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ સિવાય તુર્કી દ્વારા સમર્થિત કેટલાક બળવાખોર જૂથો પણ સંઘર્ષમાં સામેલ છે. સીરિયામાં અસદ સરકારને પડકારી રહેલા મુખ્ય બળવાખોર જૂથ હયાત તહરિર અલ-શામે માત્ર 4 દિવસમાં સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો પર કબજો કરી લીધો છે. અલેપ્પો પર કબજો મેળવ્યા બાદ હયાત તહરીર અલ-શામે કુર્દિશ જૂથની જગ્યાઓ પર પણ હુમલો કર્યો છે. હકીકતમાં બશર સરકારની સેના, એચટીએસ અને તુર્કી સમર્થિત બળવાખોર જૂથો સિવાય કુર્દિશ પણ આ યુદ્ધમાં સામેલ છે. સીરિયામાં તુર્કીની મદદથી બળવાખોર જૂથોએ અલેપ્પો શહેરના મોટાભાગના ભાગો પર કબજો કરી લીધો છે, જે ગયા સપ્તાહ સુધી સીરિયન આર્મીના નિયંત્રણમાં હતા. function loadTaboolaWidget() { ...