Firing in America: ફરી એકવાર અમેરિકામાં ફાયરિંગની ઘટના, 1નું મોત, 9 લોકો ઘાયલ
Firing in USA: પોલીસ ચીફ રોબર્ટ ટ્રેસીએ રવિવારે કહ્યું કે આ ઘટનામાં 17 વર્ષીય શંકાસ્પદ કસ્ટડીમાં છે. જોન્સે કહ્યું કે આ ફાધર્સ ડે પર સેન્ટ લુઈસ વિસ્તારમાં ગોળીબાર થયો અને આ વિસ્તારમાં રહેતા પરિવારોની ઉંઘ ઉડી ગઈ.
Firing in America: ફરી એકવાર અમેરિકામાં (America) ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીંના ડાઉનટાઉન સેન્ટ લુઈસમાં ગોળીબારીની ઘટનામાં એક કિશોરનું મોત થયું હતું અને 9 લોકો ઘાયલ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના દરમિયાન એક બિલ્ડિંગની અંદર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. મેયર તિશૌરા જોન્સના જણાવ્યા અનુસાર ગોળીબારમાં 17 વર્ષના છોકરાનું મોત થયું હતું.
સીએનએન અનુસાર પોલીસ ચીફ રોબર્ટ ટ્રેસીએ રવિવારે કહ્યું કે આ ઘટનામાં 17 વર્ષીય શંકાસ્પદ કસ્ટડીમાં છે. જોન્સે કહ્યું કે આ ફાધર્સ ડે પર સેન્ટ લુઈસ વિસ્તારમાં ગોળીબાર થયો અને આ વિસ્તારમાં રહેતા પરિવારોની ઉંઘ ઉડી ગઈ. આ દરેક માતાપિતા માટે સૌથી ખરાબ સ્વપ્ન છે.
આ પણ વાંચો: Pakistan : ઓછી નથી થઈ રહી ઈમરાન ખાનની મુશ્કેલીઓ, હવે જમીન કૌભાંડમાં 19મી જૂને હાજર થવા સમન્સ
મેયર તિશૌરા જોન્સે કહ્યું કે મારું હૃદય આજે દુઃખમાં તમામ પરિવારોની સાથે છે. આ પાર્ટીમાં સામેલ તમામ લોકો હિંસાના શારીરીક અને માનસિક દર્દને પોતાની સાથે લઈ જશે. આ દરમિયાન ઘાયલ પીડિતોની ઉંમર 15થી 19 વર્ષની વચ્ચે છે. તેમણે કહ્યું કે ફાયરિંગ દરમિયાન એક મહિલાને ઘટનાસ્થળેથી ભાગતી વખતે કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી.
10 એપ્રિલે અમેરિકાના કેંટુકીમાં ફાયરિંગની ઘટના બની હતી
તમને જણાવી દઈએ અમેરિકામાં અવારનવાર ફાયરિંગની ઘટના બનતી રહે છે. આ પહેલા 10 એપ્રિલે કેંટુકીમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા. અમેરિકાના લુઇસવિલેમાં ફાયરિંગની ઘટના થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે આ ગોળીબાર ડાઉનટાઉન લુઇસવિલેમાં એક બેંક બિલ્ડિંગમાં થયો હતો, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને અન્ય આઠ ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર હુમલા બાદ તરત જ હુમલાખોર માર્યો ગયો હતો.
પોલીસે જણાવ્યું કે ફાયરિંગમાં ઓછામાં ઓછા બે પોલીસ અધિકારીઓ સહિત આઠ લોકો ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં દાખલ એક અધિકારી સહિત બેની હાલત ગંભીર હતી. લુઈસવિલે મેટ્રો પોલીસ વિભાગના ડેપ્યુટી ચીફ પોલ હમ્ફ્રેએ પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસ તપાસ કરી રહી છે કે શું શૂટરે પોતાને ગોળી મારી હતી કે પોલીસની ગોળીબારથી તેનું મૃત્યુ થયું હતું.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો