Ahmedabad : પરિવાર માટે દેવદૂત બની ખાખી ! આપઘાત કરવા નીકળેલા પરિવારનો પોલીસે જીવ બચાવ્યો, જુઓ Video
પોલીસ હંમેશા પ્રજાની રક્ષા માટે ખડેપગે હોય છે. તે વાતને અમદાવાદ પોલીસે સાચા અર્થમાં સાચી પાડી છે. અમદાવાદ પોલીસની સતર્કતા એક પરિવાર માટે નવજીવન બક્ષી ગઈ છે. અમદાવાદના એક પરિવારને પોલીસે બચાવ્યો હોવાની ઘટના સામે આવી છે.
પોલીસ હંમેશા પ્રજાની રક્ષા માટે ખડેપગે હોય છે. તે વાતને અમદાવાદ પોલીસે સાચા અર્થમાં સાચી પાડી છે. અમદાવાદ પોલીસની સતર્કતા એક પરિવાર માટે નવજીવન બક્ષી ગઈ છે. અમદાવાદના એક પરિવારને પોલીસે બચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. બાળકોની સ્કૂલ ફી, મકાનના હપ્તા ન ભરી શકતા પતિ, પત્ની અને 2 બાળકોએ મોતને વ્હાલ કરવાનો નિર્ણય કર્યો હતો. આપઘાત કરવા નીકળતા પહેલા પરિવારે સૂસાઈડ નોટ લખી હતી.
પરિવાર માટે દેવદૂત બની ખાખી
આ સુસાઈડ નોટ ઘરના મોભીના હાથમાં આવતા પોલીસનો સંપર્ક કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા જ ખાખી એકશનમાં આવી હતી. મોબાઈલ લોકેશન દ્વારા પરિવારની શોધખોળ શરુ થઈ હતી. લોકેશન મળતા જ પોલીસે પરિવારને આપઘાત કરે તે પહેલા જ પરિવારને શોધી કાઢીને નવજીવન આપ્યું હતુ. પરિવારના 4 સભ્યો રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાં કુદીને મોતની છલાંગ લગાવવાના હતા.
સૂસાઈડ કરતા પહેલા લખી હતી નોટ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પરિવાર આર્થિક સંકડામણથી પ્રભાવિત હતો. બે બાળકોની સ્કૂલની ફી ભરવાના રૂપિયા ન હોતા. તો મકાનની લોનના હપ્તા ભરવાની શક્તિ પણ ન હોતી. તો અધૂરામાં પુરુ પત્નીની બીમારીએ પણ પરિવારની મુશ્કેલી વધારી હતી. આ તમામ પરિબળોથી પ્રભાવિત પરિવારે મોતના મુખમાં ધકેલાઇ જવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ પોલીસની સતર્કતાએ આખા પરિવારને મોતના મુખમાંથી ઉગારી લીધો છે. જો પોલીસે થોડું પણ મોડું કર્યું હોત તો સ્થિતિ કઇક અલગ જ સર્જાતી.