Vadodara : લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ, 1 હજાર લોકો સામે લીધા અટકાયતી પગલાં, 7 ગેરકાયદે બાંધકામ તોડ્યા, જુઓ Video
ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક અટકાવવા માટે ગુજરાત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં પણ લુખ્ખા તત્વોને અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DGPના આદેશ બાદ લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ બોલાવી છે.
ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક અટકાવવા માટે ગુજરાત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં પણ લુખ્ખા તત્વોને અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DGPના આદેશ બાદ લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ બોલાવી છે. પોલીસે કુલ 1 હજાર 91 લોકો સામે અટકાયતી પગલાં લીધા હતા. 17 માર્ચથી 26 માર્ચ સુધી 4 હજાર 700 વાહનની તપાસ હાથ કરાઈ છે.
લુખ્ખાતત્વો પર વડોદરા પોલીસની તવાઈ
વડોદરામાં 244 હિસ્ટ્રીશીટર અને 1 હજાર 204 શંકાસ્પદ શખ્સોની તપાસ હાથ ધરવામાં આવી છે. 1 હજાર 997 શંકાસ્પદ વાહનોની તપાસ પણ કરવામાં આવી છે. વાહનોની તપાસ દરમિયાન 131 દારુના 22 જુગારના કેસ નોંધાયા હતા. GPS એકટ હેઠળ 1 હજાર 91 લોકોની અટકાયત કરાઈ હતી. કલમ 135 હેઠળ 26 કેસ અને ડ્રીંક એન્ડ ડ્રાઈવના 77 કેસ કરાયા છે. 7 જેટલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે.
7 જેટલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે DGPના આદેશ બાદ લુખ્ખાતત્વો પર વડોદરા પોલીસની તવાઈ બોલાઈ છે. 17 માર્ચથી 26 માર્ચ સુધી 4 હજાર 700 વાહનની તપાસ કરાઈ હતી. 244 હિસ્ટ્રીશીટર અને 1 હજાર 204 શંકાસ્પદ અસાાજીકતત્વોની તપાસ હાથ ધરવામાં આવી છે.