Surat : 1814 કરોડના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજૂર, જુઓ Video
ગુજરાતમાંથી ઝડપાયેલા GST કૌભાંડના કેસમાં ઈકો સેલને મોટી સફળતા મળી છે. રાજ્યમાં થયેલા 1814 કરોડના GST કૌભાંડના કેસમાં ફરાર આરોપી મોહંમદ સુલતાન કાપડીયાની ઈકો સેલે ધરપકડ કરી છે. મુંબઈનાં મીરા રોડ વિસ્તારમાંથી બાતમીના આધારે આરોપી ઝડપાયો છે.

3 દિવસના રિમાન્ડ મંજુર
કોર્ટે આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. આરોપીએ 145 જેટલી બોગસ પેઢીઓ ઉભી કરી હતી. બોગસ પેઢીઓનાં નામે ભાડા કરાર અને ખોટા દસ્તાવેજો ઉભા કરાયા છે. સિમેન્ટ, લોખંડ, કેમિકલ્સ, પ્લાસ્ટિક અને સ્ક્રેપના ખોટા બિલ બનાવાયા હતા. ખોટા વ્યવહારો દર્શાવી GSTની ચોરી કરી હતી. સુરતમાં પણ 8 બોગસ પેઢીઓ બનાવાઈ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ GSTની ટીમે વર્ષ 2024માં 1હજાર 814 કરોડનાં GST કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જે મામલે ફરિયાદ નોંધાતા ભાવનગરથી આ કેસમાં મોહંમદ રઝા ગભરાણી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સુલતાન કાપડીયા અને ઇમરાન નામનાં શખ્સોનાં નામ ખુલ્યા હતા.પોલીસ તપાસમાં કૌભાંડનાં હજુ વધુ મોટા આંકડા સામે આવી શકે છે.